બાહોશ અને નિડર પીએસઆઈ અહી થોડા દિવસ પણ ટકતા નથી, તેઓની તુરંત બદલી કેમ થાય છે તે મોટો પ્રશ્ર્ન
પડધરી તાલુકામાં અસામાજીક પ્રવૃત્તિઓ બેફામ થઈ રહી છે. ત્યારે આ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા માટે જેને અતા સોપાઈ છે. તે પોલીસ મથકને રાજકીય ગ્રહણ લાગી ગયુ હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. અહી બાહોશ અને નિડર પીએસઆઈની તાત્કાલીક બદલીકેમ કરી દેવામાં આવે છે તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠ્યો છે.
પડધરી પોલીસ સ્ટેશનમાં બાહોશ અને નિડર અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલની ૯૦ દિવસમાં બદલી થઈ જાય છે. પડધરી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક અને માથાભારે તત્વથી ચાલી રહેલી પ્રવૃત્તિને નાબુદ કરવા માટે આ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે સારા અધિકારીઓ આવતા હોય તો તેઓ કડક હાથે કામ લેતા હોય અને એક ઐતિહાસીક કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમાટે પ્રયત્નો કરત હતા. પરંતુ આવા અધિકારીઓના અધિકારી છીનવાય જાય છે. અને જેતે રાજકીય કાવા દાવાથી તેઓની બદલી કરી દેવામાં આવે છે. અને આ પડધરી પોલીસ સ્ટેશન ચોકકસ રાજકીય ઈશારા પર ચાલતું હોય તેવી પ્રજામાં ચર્ચા થઈ રહી છે. આ પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી છેલ્લા ૯ થી ૧૨ મહિનામાં જ આશરે પાંચ જેટલી બદલી અને બે અધિકારીઓના સસ્પેન્ડ થયા છે.તો તેનું કારણ શું.
કોઈ રાજકીય ભેજુ ફેરફાર કરી રહ્યું હોય તેવું પ્રજા મુખે ચર્ચાઈ રહ્યું છે તેમજ ઉચ્ચ લેવલથી આ દિશામાં ફરરી આવો બનાવ ન બને તે હેતુથી ગ્રામ્ય એસ.પી. આ બાબતની ગંભીર નોંધ લઈ પડધરી તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પ્રજા માંગ કરી રહી છે.