ઘરમાં ગણપતિ બાપને લાવવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે ગણેશ ચતુર્થી નજીક હોવાથી બજારમાં વિઘ્નહર્તા ગણેશની રંગ બેરંગી મૂર્તિઓ પણ આવી ગયી છે ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી સુધી રોજ ગણેશજીની આરતી વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે, આજે જુ તમને મુર્તિ લાવતા પેહલા કેવી કાળજી રાખવી જોઈએ તેના વિષે જણાવીશ.
આમતો ગણેશજીની મુર્તિ સૂતા હોય, નૃત્ય કરતાં હોય, આરામ કરતાં હોય અથવા બિરાજમાન હોય એમ વિવિધ પ્રકારમાં બજારમાં સરળતાથી મળી રહે છે, પણ ઘર માટે બેઠા હોય તેવા ગણપતિ સૌથી વધુ શુભ માનવમાં આવે છે, આ પ્રકારની મુર્તિ ઘરમાં સ્થાપવાથી ધન પ્રપતિના લાભો વધે છે અને ઘરમાં બરકત આવે છે. જો તમે ઓફિસ માટે ગણપતિ લાવતા હોય તો ઊભા હોય એવા ગણપતિની પ્રતિમા લાવવી સુભ માનવમાં આવે છે, કારણકે ઓફિસ માટે આવી મુર્તિ સફળતાની સૂચક બને તેવી માન્યતાઓ છે .
ગણપતિ બાપાને વિઘ્નહર્તા કહેવાયા છે માટે જે સૌથી પેહલા પૂજાય છે , ગણપતિ બાપાને યાદ કરવા કે પુજા કરતી વખતે એક શ્લોક બોલવામાં આવે છે :” વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ : નિર્વિઘ્ન કુરુવેદેવ સર્વકર્યેશુંસર્વદા “ .. વેદો મુજબ આ શ્લોકનું ખુબજ મહત્વ છે માટે જ્યારે મૂર્તિની પસંદગી કરો ત્યારે ધ્યાનમાં રાખવું કે મુર્તિમાં ગણેશની સૂંઢ જમણી બાજુ વળેલી હોય , કારણકે આ પ્રકારની મૂર્તિનેજ વક્રતુંડ માનવમાં આવે છે.
ઉંદર ગણેશજીનું વાહન છે અને મોદક તેમની ભવતિ મીઠાઈ, માટે એવી મૂર્તિનું ચયન કરો જેમાં બંને વસ્તુ આવી જાય ,આમતો ઘરેજ માટીની મુર્તિ બનાવવી શુભ કેવાય છે, પરંતુ જો આવું શક્ય ના હોય તો કેમિકલ વાળી મુર્તિ ખરીદવાને બદલે ઇકો ફ્રેંડલી માટીની મુર્તિ જ ખરીદો, ધાતુની બનેલી મુર્તિ પણ સુભ માનવમાં આવે છે, રંગની બાબતે સફેદ અથવા સિંદૂરી રંગ ધરાવતી મુર્તિ ખરીદો, તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે .