ડાંગની સરિતાએ ૪-૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડ અપાવ્યો
ભારતનાં દોડવીર જિન્સન જહોનસને ૧૫૦૦મીટર દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જહોન્સને રેસ ત્રણ મિનિટ ૪૪.૭૨ સેક્ધડમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતુ બીજી તરફ ભારતીય મહિલાઓએ પણ ૪-૪૦૦ મીટર રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો હિમા દાસ, પૂવમ્મા, રાજુ, સરિતા ગાયકવાડ અને વિસમાયા વેલુવાકોરોથની ટીમે ત્રણ મીનીટ ૨૮.૭૨ સેક્ધડનાં સમય સાથે પ્રથમ સ્થાને રહેતા ગોલ્ડ મેડલ અપાવ્યો હતો ભારતનાં આ સાથે આ એશિયનગેમ્સમાં કુલ ૧૩ ગોલ્ડ મેડલ થઈ ગયા છે.જયારે એથ્લેટીકસમાં આ સાતમો ગોલ્ડ મેડલ છે.
આ સ્પર્ધામાં બહેરીનની ટીમે ત્રર મીનીટ ૩૦.૬૨ સેક્ધડ સાથે સિલ્વર અને વિયેતનામની ટીમ ત્રણ મિનિટ ૩૩.૨૩ સેક્ધડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો હિમા દાસે સૌથી પહેલા છઠ્ઠી લેનમાં શાનદાર શરૂઆત કરી હતી તે પછી પૂર્વમ્માએ હિમા દાસે મેળવેલા એડવાન્ટેજને જાળવી રાખી હતી જેને કારણે સરિતા અને વિસમાયાને પ્રથમ સ્થાન જાળવી રાખવામાં ખાસ મુશ્કેલી પડી નહોતી. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા સિલે ટીમે એશિયન ગેમ્સ ૨૦૦૨થી દરેક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલજીત્યો છે.
૪-૪૦૦ મીટર રિલે મમાં ગુજરાતનાં ડાંગની સરિતા ગાયકવાડનું પણ મેડલ જીતવામાં મહત્વનું યોગદાન રહ્યુંહતુ ભારતની આ મહિલા ટીમે ગત ફેબ્રુઆરીમાં એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ જે જકાર્તામાં યોજાઈ હતી. તેમાં પણ પ્રથમ સ્થાને રહેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જયારે પુરૂષ વિભાગની ૪-૪૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતીય ટીમે બીજુ સ્થાન મેળવતા સિલ્વર મેડલ જીત્યો હતો.
જહોન્સને કોમનવેલ્થ ગેમ્સમાં ૧૫૦૦ મીટર દોડમાં બહાદૂર પ્રસાદનો રેકોર્ડ તોડતા ત્રણ મીનીટ ૩૭.૮૬ સેક્ધડ સાથે રેસ પૂર્ણ કરી હતી જેને કારણે જહોન્સને એશિયન ગેમ્સમાં ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલનો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.
૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતનાર જહોન્સને ૧૫૦૦ મીટર દોડમાં સારી શરૂઆત કરતા ટીમના ત્રણ ખેલાડીઓમાં સ્થાન જાળવી રાખ્યુંહતુ અંતિમ ૫૦ મીટરની દોડ બાકી હતી ત્યારે જહોન્સને સ્પીડ વધારતા પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
જયારે ભારતીય મહિલા દોડવીર હિમાદાસ ૨૦૦ મીટર દોડમાં ફાઉલ થતા બહાર થઈ હતી તો બીજી તરફ ભારતે મેન્સ હોકીનો ગોલ્ડ ગુમાવ્યો હતો. સેમી ફાઈનલમાં મલેશિયાસામે હારી ગઈ હતી. ડિફેન્સીગ ચેમ્પીયન ભારત છેક છેલ્લે સુધી ૨-૧થી આગળ હતુ જોકે આખરીબ મીનીટમાં ખેલ પલ્ટાઈ ગયો હતો.
ભારતીય એથ્લીટસે સફળતાનો સીલસીલો જારી રાખતા વધુ બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા ભારતની સીમા પુનીયા ચક્રફેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સીમા પુનિયાએ ૬૨.૨૬ મીટર દૂર ચક્ર ફેંકીને આ સફલતા હાંસલ કરી હતી.
આમ ૧૯૭૮ બાદ ભારતે એથ્લેટીકસમાં ૧૯ મેડલ સાથે ભવ્ય દેખાવ કર્યો જેમાં મહિલાઓ પણ છવાઈ ગઈ.