જગદ્ગુ‚ પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય કાર્યક્રમ કલાનો થનગનાટ વિથ બાલભવન ખાતે યોજાયો હતો. આ સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધર પણ યોજાયું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ ગેટ ટુ ગેધરમાં પોતાના શૈશવના સ્મરણો વાગોળીને ભૂતપુર્વ વિદ્યાર્થીઓ આનંદમય બન્યા હતા. કાર્યક્રમમાં ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓએ વિવિધ
કૃતિઓ રજુ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. જગદ્ગુ‚ વિદ્યાલય દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી આ કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળની તમામ શાળાઓ અને વાલીઓ તેમજ બાલભવનના બાલમિત્રોએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો. આ તકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા