હાલ હિન્દુ ધર્મ નો સવથી પવિત્ર માસ શ્રાવણ માસ પૂરો થવા ના આરે છે ત્યારે આ માસ મા રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, આઠમ ( જન્માષ્ટમી) જેવા અનેક તેહવાર આ માસમા આવે છે જેની શરૂઆત આજ થી એટલે કે નાગપાંચમ થી શરૂ થઈ ગઈ છે.
ત્યારે સુરેન્દરનગર મા નાગપાંચમ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથીજ નાગ દેવતા ના મંદિર મા મોટી સંખ્યામાં નાગ દેવતાના સર્ધાડુઓ દર્શન માટે નાગદેવતાના મંદિરે પહોંચ્યા હતા અને આજે સવારથીજ લાબી લાઈનો નાગદેવતા ના મદિર બાર જોવા મળી હતી જેમાં સુરેન્દ્રનગર ના દળમિલ રોડ ઉપર આવેલા ચરમલિયા દાદા, વઢવાણ મા મેળા ના મેદાન પાસે આવેલ ચરમાલિયા દાદા , બસ સ્ટેન્ડ પાસે આવેલ નાગદેવતા ના મંદિરેદર્શનાર્થે મહેરામણ ઊમટી પડ્યો હતો.