૮ મહિનામાં ૧૦ ટકાનો કડાકો
ઈમ્પોટર્સ અને રિફાઈનરી દ્વારા ડોલરની માંગ વધતા રૂપિયામાં નરમાશ
ડોલરની તુલનાએ રૂપિયો ૭૧ની નજીક પહોંચી ગયો છે. ગુરૂવારે રૂપિયો ૭૦.૮૨ પ્રતિ ડોલરના સૌથી નીચલા સ્તરને સ્પર્શી ગયો હતો. તો બુધવારે રૂપિયો ૭૦.૬૫ સુધી ગગડ્યો હતો. જો કે ક્લોઝિંગ ૪૯ પૈસાના ઘટાડા સાથે ૭૦.૫૯ પર થયું હતું. કેટલાંક એક્સપર્ટના મતે ઇમ્પોટર્સ અને રિફાઈનરી દ્વારા ડોલરની માંગ વધી છે. આ કારણે જ રૂપિયામાં નરમાશ જોવા મળી રહી છે. ડોલર અન્ય દેશોની કરન્સીની તુલનાએ પણ મજબૂત બન્યો છે.
આ વર્ષે રૂપિયામાં ૧૦%નો કડાકો આવ્યો છે. બીજી તરફ એશિયાઈ કરન્સીની તુલનાએ તેનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. જાન્યુઆરીથી રૂપિયો સતત ગગડી રહ્યો છે. ૧૮ વર્ષમાં ઘટાડાનો આ સૌથી લાંબો સમય છે. પેટ્રોલ ડીઝલના રેટ વધી શકે છે.
ભારત પોતાની જરૂરિયાતના ૮૦% થી વધુ ક્રુડ ઈમ્પોર્ટ કરે છે. જેના માટે ડોલરી ચુકવાણી કરવી પડતી હોય છે. વિદેશ ફરવ જવું અને ત્યાં અભ્યાસ કરવો પણ મોંઘુ થઈ શકે છે. કેમકે, કરન્સી એક્સચેન્જ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે. એરલાયન્સને નુકસાન થઈ શકે છે.
તેઓને બીજા દેશોમાંથી વિમાન ભાડે લેવા માટે વધુ રકમ ચુકવવી પડશે. જો કે આઈટી અને ફાર્મા કંપનીઓને રૂપિયામાં જોવા મળતા ઘટાડાથી ફાયદો મળશે. કેમકે તેમનો મોટા ભાગનો વ્યવસાય એક્સપોર્ટ પર આધારિત છે.
ઓગસ્ટમાં રૂપિયામાં ક્યારે ક્યારે જોવા મળ્યું નીચલું સ્તર
તારીખ |
ડોલરની તુલનાએ રૂપિયો |
૩૦ ઓગસ્ટ | ૭૦.૮૨ |
૨૯ ઓગસ્ટ | ૭૦.૬૫ |
૧૬ ઓગસ્ટ | ૭૦.૪૦ |
૧૪ ઓગસ્ટ | ૬૯.૯૩ |
૧૩ ઓગસ્ટ |
૬૯.૯૩ |
ચાલુ માસે રૂપિયામાં આ બે વખત જોવા મળ્યો સૌથી મોટો કડાકો
તારીખ | રૂપિયામાં કડાક |
૨૯ ઓગસ્ટ | ૪૯ પૈસા |
૧૩ ઓગસ્ટ | ૧૧૦ પૈસ |