“येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:
तेन त्वांमनुबध्नामि, रक्षे मा चल मा चल”
ભારત માં રક્ષાબંધન બધા લોકો મનાવે છે. પરંતુ રક્ષાબંધન ની શરૂઆત ક્યારે, ક્યાં, કેવી રીતે અને કોના દ્વારા થઈ છે તે ખૂબ ઓછા લોકો જાણે છે.
શાસ્ત્રોની માન્યતાઓ અને વાર્તા અનુસાર રક્ષાબંધનથી જોડાયેલ અનેક કથાઓ છે, જેનાથી રક્ષાબંધનની શરૂઆત થયાની વાત થાય છે
તો આવો જાણે છે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ છે ?ભગવાન વિષ્ણુના વમન અવતારમાં, જ્યારે રાજા બલિના દાનથી ખુશ થયા, ત્યારે ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુને પોતાની સાથે પતાણ લોકમાં સાથે રહેવાનું કીધું .તેથી ભગવાન વિષ્ણુ રાજા બલિ સાથે પાતાણ લોક રહેવા ચલ્યા ગ્યા.
આથી દેવી લક્ષ્મી દુ:ખી અને પરેસાન થઈ ગયા અને રૂપ બદલિ રાજા બાલીની પાસે ગયા.
રાજા બલિ આગળ રોવા લાગ્યા જયારે રાજા બલિએ રોવાનું કારણ પૂછ્યું ત્યારે દેવી લક્ષ્મી તેમને કોઈ ભાઈ ન હોવાની વાત કીધી આ પછી રાજા બલિએ તેમના ભાઈ બનીને તેમની આ ઈચ્છા પૂરી કરી.
જ્યારે લક્ષ્મીમાતાએ રાજા બલિને રાખડી બાધી ત્યારે રાજા બલિ તેમની બહેનને ભેટ માગવાનું કીધું.
ત્યારે માતા લક્ષ્મીએ તેમના પતિ ભગવાન વિષ્ણુને માંગ્યા અને પાતાણ લોક છોડી તેમની સાથે આવવાની વાત કરી.
રાજા બલિ ત્યારે વચનબદ્ધ હોવાથી બહેનની ઈચ્છા પૂરી કરી અને ભગવાન વિષ્ણુને લક્ષ્મી સાથે જવા દીધા.
તે સમય શ્રાવણ પુર્નીમાંનો હતો ત્યારથી જ રાખડી બાધી રક્ષાબંધન મનાવવામાં આવે છે.