ડો.જય કોટેચા, ડો.છાયા કોટેચા, ડો.આત્મન કથીરિયા, ડો.ઘટના કથીરિયા, ડો.પ્રશાંત ઠોરીયા, ડો.મીરા ઠોરીયાનું નવા વિચારો અને નવીનતમ દ્રષ્ટિ સાથેનું અદ્યતન નિદાન કેન્દ્ર
આજે દરેક કન્સલ્ટન્ટ ડોકટર, સર્જન કે સુપર સ્પેશ્યાલીસ્ટને પોતાની વિવેક બુદ્ધિ અને અભ્યાસ તથા અનુભવની સાથે અદ્યતન ટેકનોલોજીએ મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ સુવિધા કરી આપી છે. આવું જ એક જ છત નીચે સ્પેશ્યાલીસ્ટ-કન્સલ્ટીંગ ડોકટરોને લેબ અને રેડિયોલોજી દ્વારા નિદાનમાં સહાયપ થવા તથા જોખમો અગાઉથી ભાખવા માટેના નીયો ડાયગ્નોસ્ટીકસ નિદાન કેન્દ્રનો પ્રારંભ તા.૨૫ ઓગસ્ટ શનિવારના રોજ રાજકોટના નવા મેડિકલ ઝોન તરીકે વિસ્તારના નાના મવા મેઈન રોડ પર રાજનગર ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે એમ્બીશન પ્લસમાં થઈ રહ્યો છે. દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ફલોરેન્સ હોસ્પિટલની લગોલગ ડોકટરો માટેના નવનિર્મિત બહુમાળી બિલ્ડીંગમાં રક્ષાબંધનના દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે.
નીયો ડાયગ્નોસ્ટીકસ સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સીમેન્સ કંપનીનું ૧.૫ ટેસ્લા ડીજીટલ સાઈલન્ટ એમ.આર.આઈ (સેમ્પ્રા), ૩૨ સ્લાઈસનું સીમેન્સનું જ સીટી સ્કાન, ફીલીપ્સ કંપનીના હાઈ એન્ડ અલ્ટા સાઉન્ડ મશીન, ડીજીટલ એકસ-રે, ડેન્ટીસ્ટો માટે ઓપીજી, મહિલાઓના બેસ્ટ કેન્સરના નિદાન માટે ડિજિટલ મેમોગ્રાફી સહિત ટેલી રેડીયોલોજી અને ઈમેજ ગાઈડેડ નોન વાસ્કયુલર ઈન્ટરવેન્શનની સુવિધાઓ ઉપલબ્ધ થશે. રજકોટના સુપ્રસિઘ્ધ સજર્ન-કેન્સર સ્પેશ્યાલીસ્ટ અને પૂર્વ સાંસદ તથા ભારત સરકારના પૂર્વ આરોગ્ય, શિક્ષણ અને ઉધોગ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાના સુપુત્ર ડો.આત્મન કથીરિયાએ એમ.ડી.રેડીયોલોજીની ડીગ્રી મેળવી ગુડગાંવ સ્થિત મેદાન્તા હોસ્પિટલમાં ફેલોશીપ કર્યા બાદ રાજકોટમાં અનુભવ લઈ પોતાનું નવું સોપાન નીયો ડાયગ્નોસ્ટીક શરૂ કરી રહ્યા છે.ડો.આત્મન કથીરિયા એકસ-રે ઉપરાંત મેમોગ્રાફી, સોનોગ્રાફી, સીટી સ્કાન અને એમ.આર.આઈના એકસપર્ટ છે. ડો.આત્મન મગજના, પેટના તથા કેન્સરના અનેક જટીલ નિદાન કરવામાં માસ્ટરી ધરાવે છે.
ડો.આત્મન કથીરિયાની સાથે ડો.જય કોટેચાએ પણ એમ.ડી.રેડીયોલોજીની ડીગ્રી મેળવ્યા બાદ મુંબઈની સાયન અને લીલાવતી હોસ્પિટલમાં એમ.આર.આઈ અને સીટી સ્કાનનો બહોળો અનુભવ મેળવી રાજકોટમાં રાજકોટ ઈમેજીંગ સેન્ટરમાં સેવા આપી છે.
ડો.જયના પિતા શ્રી સ્વ.ડો.કે.ટી.કોટેચા જામનગરમાં પ્રખ્યાત સેવાભાવી સર્જન હતા. તેમના માતુશ્રી ડો.સાધનાબેન કોટેચા પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ છે. ડો.આત્મન અને ડો.જય કોટેચાની સાથે ડો.પ્રશાંત ઠોરીયા પણ રેડીયોલોજીમાં એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ યુરોપના સ્પેન દેશની મસ્કયુલો-સ્કેલેટલ અલ્ટાસાઉન્ડની પદવી પ્રાપ્ત કરેલ છે અને મુંબઈની પ્રખ્યાત ટાટા મેમોરીયલ હોસ્પિટલમાં બહોળો અનુભવ મેળવી રાજકોટમાં માતી અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં સેવાઓ આપી છે.
ડો.પ્રશાંતના પિતાશ્રી અગ્રણી બિલ્ડર હોવા ઉપરાંત આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીના અત્યંત કૃપાપાત્ર સેવાભાવી આગેવાન છે. આ નિદાન કેન્દ્રની વિશેષ ખુબી એ છે કે ત્રણેય મિત્રો રેડીયોલોજીની બધી જ શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડશે તો તેમની સાથે સાથે ત્રણેય ડોકટરોની જીવનસંગીની પણ એમ.ડી.પેથોલોજીની ડિગ્રી પ્રાપ્ત છે અને અદ્યતન લેબોરેટરીનું વહન કરવાની જવાબદારી સંભાળશે.
ડો.આત્મનના ધર્મપત્ની ડો.ઘટના કથીરિયા એમ.ડી. અને ડી.એન.બી.ની એમ પેથોલોજીની બબ્બે ડિગ્રી ધરાવે છે. અમદાવાદ સ્થિત એશિયાની શ્રેષ્ઠ એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલમાંથી ઓન્કોલોજીમાં ફેલોશીપ કરી છે. તેણી સાયટો, હીમેટો અને સર્જીકલ હીસ્ટોપેથોલોજીના એકસપર્ટ છે.
ડો.જયના જીવનસાથી ડો.છાયા કોટેચાએ પેથોલોજીમાં એમ.ડી.ની પદવી મેળવ્યા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં હીસ્ટોપેથો અને હીમેટોલોજીના એકસપર્ટ બની રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પેથોલોજી વિભાગમાં સેવા આપી બહોળો અનુભવ મેળવ્યો છે.
એજ રીતે ડો.પ્રશાંતના જીવનસંગીની ડો.મીરા ઠોરીયાએ પેથોલોજીમાં એમ.ડી.ની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદમાં એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરમાં અનુભવ મેળવી નીયો ડાયગ્નોસ્ટીકસના સાથી બન્યા છે.