વેનેઝયુએલા પહેલાથી જ મેડિકલ સુવિધાની અછત, ખોરાકની કમી, નબળી આર્થિક પરિસ્થિતિથી લડી રહ્યું છે
વેનેઝુએલાના ઉત્તર પૂર્વ તટ ઉપર ભૂકંપના આંચકાથી રાજધાનીના લોકો ધ્રુજી ઉઠ્યા હતા અને બિલ્ડીંગોથી બહાર નીકળી લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા અમેરિકન જીયોલોજીકલ સર્વે મુજબ ભૂકંપની તીવ્રતા ૭.૩ની નોંધાઈ હતી જેની ધ્રુજારી ૨૦ કીમીના અંતર સાથે ૧૨૩ કિમીની ઉંડાઈની રહી હતી.
કયુમાના સ્થાનીકે જણાવ્યું કે શોપીંગ સેન્ટરમાં લિફટ પડતા અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે અન્ય કોઈ કાટમાળ પડવા, જે જાનહાની નોંધાઈ નથી આ પૂર્વ ૧૯૯૭માં વેનેઝુએલામાં આવેલા ભૂકંપનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.
વેનેઝુએલા પ્રાકૃતિક આપદાને સહન કરવા સક્ષમ નથી કારણ કે પહેલાથી જ હોસ્પિટલ મેડિકલ સુવિધાઓની અછત સાથે સાર્થક ઘર્ષણો ચાલી રહ્યા છે. કયાક ખાવા ચીકન નથી તો કયાંય દુધના ફાફા છે. એવામા ભૂકંપના આંચકા અનુભવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
કુમાનાના એક ડોકટર એલીયા સાનચીઝ જણાવે છે કે હું મારા બેડ પર સુતા ટી.વી. જોઈ રહી હતી અને પાણીની જેમ મારો પલંગ હલવા લાગ્યો. બાદમાં માલુમ પડયું કે કોસ્ટલ વિસ્તારમાં એપીક સેન્ટર સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો છે.
મા ઘર નવમાં માળે છે લાગતુ હતુ કે નીચે પહોચશુ કે કેમ? હજુ પણ લોકો સડકો પર છે. જોકે કારાકાસમાં નુકશાન ઓછુ થયું હતુ પરંતુ ૪૫ માળની બિલ્ડીંગ ટાવર ઓફ ડેવીડમાં નુકશાન થયું હતુ આ પૂર્વ ઈન્ડોનેશીયામાં ભૂકંપ નોંધાયો હતો. તો કેરલમાં પણ હાલ પૂરની સ્થિતિ છે. વેનેજુએલા સહિત કેરીબલીનનો પણ ભોગ લેવાતા કોલંબીયા સરકારને નુકશાન થયું તો અનેક વિસ્તારોમાં લાઈટ ચાલી ગઈ હતી. જોકે કુદરત સામે કોઈનું ગજુ ચાલતુ નથી.