જામનગરથી આશરે ૩ર કી.મી.ના અંતરે આવેલ કંકાવટી નદી કિનારે હડીયાણા નામનું ઐતિહાસિક ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું આ ગામના એવા ગુણ છે. હાલમા હરિપુર ગામનું નામ હડીયાણા છે. એક સમયે આ ગામ ઔદિત્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામમાં ઔદિત્ય બ્રાહ્મણોના આશરે ૩૫૦ ઘર હતા અને જયારે પણ બ્રાહ્મ સમાજની નાત થતી હતી ત્યારે આશરે ૪ર મણચુરમાના લાડવા બનાવવામાં આવતા હતા.
હડીયાણા (હરિપુર) ગામના આથમણા પાદરે કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે ઐતિહાસિક કાશી વિશ્ર્વનાથ મહાદેવનું મંદીર આવેલ છે જયાં શિવ બિરાજમાન છે. કંકાવટીના નીર વહે છે. તેના જ કિનારે કાશી વિશ્ર્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય આવેલ છે. આશરે ૬ ફુટ ઉંચી આરસની ફરસ બંધી પર મંદીર ગગનચુંબી શિખર અહીંથી પસાર થનાર સૌ કોઇને આકર્ષે છે.
શ્રી કાશી વિશ્ર્વનાથ મંદીરનો અત્યંત પ્રાચીન શિલાલેખ અત્યારે ખવાઇને ભૂસાઇ ગયેલ છે. પરંતુ જેમ ઇતિહાસ ગવાહ હોય છે એમ જુના શિલાલેખ પરથી જીણોઘ્ધા સમયે ચોટાડવામાં આવેલ શિલાલેખથી સાબીત થઇ છે કે કાશી વિશ્ર્વનાથ મહાદેવના આ મંદીર ખુબ જ પ્રાચીન છે. શિલાલેખ સાચો માનવામાં આવે તો આ મંદી ૧૪૮૪ વર્ષ પુરાણું માનવામાં આવે છે. આટલું પ્રાચીન મંદીર આસપાસના કોઇ વિસ્તારમાં હોય તેવું જાણવા મળ્યું નથી શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવનું મંદીર પુરાતત્વ માટે સંશોધન વિષય બની શકે છે.
હડિયાણા વિસ્તારમાં રહેલા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો કાશી વિશ્ર્વનાથ મહાદેવની ભાવભરી ભકિત કરતા હતા અને આજે સમગ્ર ગામ કાશી વિશ્ર્વનાથ મહાદેવના ચરણમાં મસ્તક નમાવવા જાય છે. શ્રાવણ શણગાર આરતી કર્તન થાય છે. સાથોસાથ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
ઇતિહાસના આયનામાં ડોકિયું કરવા જઇએ તો યદુવંશ પ્રકાશના કર્તા રાત્નું માવદાનજી નોંધે છે કે સુલતાન અલાહુદીન બાલજીના સેનાપતિ અલાપખાન સાથે મોટું લશ્કર ગામડા ધમધોરતું અને કાળો કેર વરતાવતું હડિયાણા ગામ પાસે આવ્યું અને કાશી વિશ્ર્વનાથ મહાદેવના આ પ્રાચીન મંદીરને નેસ્તનાબુદ કરવાના બદઇરાદા સાથે કંકાવટી નદી પાર કરીને સામે કાંઠે આવેલ જગતના તારણહાર દેવોના દેવ મહાદેવના મંદીર પાસે આવ્યો ત્યારે કહેવાય છે કે સતના આધારે ઉમેલા શંકરદાદાના મંદીરના રક્ષક સમાન હજારો ભમરા એકાએક ઉભરી આવ્યા હતા પરિણામે લશ્કરમાં ભાગદોડ મચી જવા પામી હતી.
આ લશ્કર લુંટફાટ કરવાના ઇરાદે આવ્યું હતું પરંતુ તેની ઇચ્છા પૂર્ણ થઇ ન હતી. આ વાતની સાબીત રુપ લોખંડનું એમ મહાકા નગારું મંદીરના બાજુના ઓરડામાં આજે પણ જોવા મળે છે. આ બનાવના પરિણામે હડિયાણા તથા આસપાસના ગામલોકોની કાશી વિશ્ર્વનાથ મહાદેવ પરથી શ્રઘ્ધા દ્રઢ થઇ હતી. શિવાલય પણ તૂટતા બાદશાહના લશ્કરે મંદીરની પાસે આવેલ કુવામાં કોઇ ગંધક જેવો પદાર્થ નાખી દેતા આ કુવાનું સાકર જેવું મીઠું પાણી ખારું થઇ ગયેલ. કહેવાય છે કે ઠાકર અટકવાળા ઔદિત્ય બ્રાહ્મણોના કુળદેવી અંબા માતાનું મંદીર પણ અહીં આવેલ છે.
ત્રિવેદી શાખવાળા બ્રાહ્મણોના કુળદેવી હરસિઘ્ધિ માતા પણ અહીં બિરાજમાન છે. ઉ૫ર જતાં માતા પાર્વની કે જે જોશી પરીવારના કુળદેવી છે. તથા ચોગાનમાં શીતળા માતાની સ્થાપના કરેલ છે અહીં એક અદભુત આબંલીનું ઝાડ પણ આવેલ હતું. જે આંબલીના પણ સંઘ્યા સમય થતાં જ તેના બધા જ પાન બીડાઇ જતા હતા. તથા સવાર થતાં જ ખુલજા સીમ સીમનીજેમ ખુલી જતા હતા. આ ચમત્કાર હડીયાણા ગામજનોએ નજરે પણ નિહાળેલ હતું.
ગાયોનીરક્ષા કાજે અનેક લોકોએ શહીદી વહોરી હતી. તેનમા પાળિયા આજે પણ ગામમાં મોજુદ છે. અને તેમના પરીવારો આજે પણ કાળી ચૌદસના દિવસે નૈવેધ ધરવા માટે આવે છે અહીં ખંભલાવ માતા વર્ષોથી બિરાજમાન છે. તેનું મંદીર પણ પુરાણું છે.
માંડલીયા પરીવાર ,માં રાવલ, પંડયા, સોની પરિવારના કુળદેવી છે. અહી નવરાત્રી દરમ્યાન આઠમના દિવસે માતાના મંદીરે હોમ હવન કરવામાં આવે. તેમાં માતાના દર્શનાર્થો શ્રઘ્ધાળુઓનો બહુ ધસારો જોવા મળે છે.