કરૂણાનીધીના નિધન બાદ સર્વોચ્ચતા હાંસલ કરવા ખેંચતાણ: અલગારી પછી સ્ટાલીને સાચા વારસદારનો દાવો કર્યો
કરૂણાનીધીના નિધન બાદ ડીએમકેમાં સર્વોચ્ચતા હાંસલ કરવા ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. તાજેતરમાં ડીએમકેના સાચા વારસ હોવાનો અલગારીએ દાવો કર્યા બાદ હવે કરૂણાનીધીના નાના પુત્ર સ્ટાલીન પણ પોતે જ દાવેદાર હોવાનું કહી રહ્યાં છે. તામિલનાડુના રાજકારણમાં મુખ્ય નેતાના અવસાન બાદ સત્તાની ખેંચતાણ અનેક વખત ઉડીને આંખે આવતી હોય છે. અગાઉ જયલલીતાના મૃત્યુ બાદ પણ આ પ્રકારે અન્ના ડીએમકે પક્ષમાં મહાભારત યું હતું.
ડીએમકે ઉપર દાવો કરીને સ્ટાલીને કહ્યું હતું કે, અમારા પક્ષના મુખ્ય પ્રતિનિધિ અમને છોડીને ચાલ્યા ગયા છે. હું હવે પક્ષની ધુરા સંભાળીશ, મને અપેક્ષા છે કે કાર્યકરો મારી તરફેણમાં રહેશે. સ્ટાલીનનું આ નિવેદન તાજેતરમાં તેના ભાઈ અલગારીએ ઉભા કરેલા વિવાદનો જવાબ હોવાનું માનવામાં આવે છે.
સ્ટાલીને વધુમાં કહ્યું હતું કે, કરૂણાનીધીએ મને તાલીમ આપી છે. હું તમારા ટેકાથી તમામ ક્ષેત્રમાં વિજય હાંસલ કરીશ. આ રીતે સ્ટાલીને મોટાભાઈ એમ.કે.અલગારીએ તાજેતરમાં કરેલા દાવાનો અડકતરો જવાબ આપ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, કરૂણાનીધી બાદ હવે ડીએમકે ઉપર કોનો હા રહેશે તે મુદ્દે ધમાસાણ શરૂ થઈ ચુકયું છે.