ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨ એપ્રિલે સમાપન માર્ગદર્શન આપશે
આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ સોમનાદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્િિત અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશજી શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમભાઈ ‚પાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં યોજાશે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
૨૦ એપ્રિલે પ્રદેશ હોદ્દેદાર, પ્રદેશ મોરચાના પ્રમુખ, જીલ્લા/મહાનગરના પ્રભારી અને પ્રમુખની બેઠક યોજાશે. ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પ્રદેશ કારોબારીમાં ઉપસ્તિ રહીને સમાપન માર્ગદર્શન આપશે. ઉપરાંત ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના પૂર્વ પ્રભારી ડો. દિનેશજી શર્માનું સન્માન તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશના નવનિયુક્ત પ્રભારી ભુપેન્દ્રજી યાદવનું સ્વાગત કરવામાં આવશે.
આ કારોબારીમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ ઉપરાંત સંગઠનાત્મક બાબતો અને પક્ષના આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા હા ધરાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકકલ્યાણના કાર્યોને કારણે ઉભી યેલી લોકચાહના રાજ્યમાં યોજાયેલા બે દિવસના કાર્યક્રમોમાં પ્રતિબિંબિત ઈ છે. ઉત્સાહિત વિરાટ જનસમુદાયી કોંગ્રેસ હતાશ ઈ ગઈ છે. લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો જેનો ગ્રાફ તળિયે છે તેવી કોંગ્રેસ તળિયે આવી ગઈ છે. કોંગ્રેસ પ્રજા સમક્ષ જઈ શકતી ની, કાર્યક્રમો આપી શકતી ની. જુઠ્ઠા અને વાહિયાત આક્ષેપ કરતાં પહેલાં કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લે. કોંગ્રેસના કાળાં કરતૂતોને કારણે જ ગુજરાતની પ્રજા તેને સ્વીકારતી ની.
૨૦૧૭ની ચૂંટણી ભાજપા પોતાની સંગઠનની તાકાત અને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાકીય કામગીરીના આધારે જીતવાની છે. કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપોને ફગાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક કલહ, અસ્તિત્વ માટેની હુંસાતુંસી અને પદ માટેના ઝઘડા છે.
કોંગ્રેસનો એ આંતરિક મામલો છે. કોંગ્રેસ પોતાના ભારી જ તૂટી રહી છે. જે ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસમાં પરાજ્ય અને અવિશ્વાસનું વાતાવરણ છે. કોંગ્રેસ ગમે તેટલી બચાવ પ્રયુક્તિઓ કરે કે જુઠ્ઠાણાં ફેલાવે પણ પોતાનું તૂટતું ઘર બચાવી શકવાની ની.