હજ્જારો કાર્યકરો સાથે લલીત વસોયા ભૂખી ગામે પહોંચ્યા
હાર્દિક પટેલ ધારાસભ્ય કાકડીયા, પરસોતમ સાબરીયા, લલીત કગથરા, બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા, બાબુભાઈ વાજા, હર્ષદ રિબડીયા, ભીખાભાઈ જોષી ઉપરાંત પાસના આગેવાનો ધારાસભ્ય લલીત વસોયા સાથે જોડાયા
ઉપલેટા-તાલુકાના લડાયક ધારાસભ્ય લલીત વસોયા પોતાના વિસ્તાર લોકોને કેમીકલયુકત પાણી પીવા માટે યોગ્ય નહિ હોવાના મુદાસાથે આજે જળ સમાધી લઈ લેવાના છે. ત્યારે ધારાસભ્યના સમર્થનમાં હજારો લોકો ભાદર ૨ ડેમ ઉપર આજે સવારથીજ વાહનોના કાફલા સાથે પહોચી ગયા છે. લલીત વસોયા સાથે હાર્દિક પટેલે પણ જળ સમાધીની જાહેરાત કરતા ભાદર ૨ડેમ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધારાસભ્ય લલીત વસોયાએ ધારાસભાની ચૂંટણી દરમિયાન આપેલ વચન મુજબ છેલ્લા એક માસ થયા ભાદર ૨ ડેમમાં કેમિકલ્સ યુકત પાણીના મુદે સરકાર અધિકારીઓ મુખ્યમંત્રી, રાજયપાલ, સહિત લોકોને લેખીત, મૌખીક, ‚બ‚, તાર, ટેલીફોનીકથી અનેક વખત રજૂઆતો કરવા છતા કોઈ પરિણામ નહી આવતા આજે અગાઉ આપેલ અલ્ટીમેટમ મુજબ આજે સવારે પોતાના ધોરાજી ઉપલેટાના કાર્યાલયે સેંકડોકાર્યકરો સાથે વિશાળ ગાડીના કાફલા સાથે રવાના થતા કાર્યકરોનું ભારે સમર્થન મળક્ષ રહ્યું છે.
અને ભાદર ૨ ડેમ નજીક આવેલ ભૂખી ગામે સવારે પહોચી ગયા હતા ધારાસભ્ય લલીત વસોયાના સમર્થનમાં પાસના નેતા હાર્દિક પટેલ, ધારાસભ્યો લલીત કગથરા, બ્રિજેશ મેરજા, જેવી. કાકડીયા, પરસોતમ સાબરીયા, ચિરાગ કાલરીયા, બાબુભાઈ વાજા, હર્ષદ રીબડીયા, ભીખાભાઈ જોષી, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર ભાયાવદરનાં નયન જીવાણી, પાનેલીના જતીન ભાલોડીયા, મહિલા અગ્રણી, રેખાબેન સિણોજીયા, શિતલબેન બરોચીયા, આરતીબેન માકડીયા સહિતના આગેવાનો સભા સ્થળે પહોચી ગયા હતા. અને ભાદર ૨ ડેમ પાસે આવેલ ભૂખી ગામ સ્વયંભૂ ઉમટી પડયું હતુ ભાદર ૨ ડેમની આસપાસ જડબે સલાક બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કાકરીચારો થાય તો જીલ્લા પોલીસ વડા મીના, ડી.વાય.એસ.પી. ભરવાડ, સહિતના પોલીસ અધિકારી ભરી પીવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.
ઉપલેટા, ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા ચાર્જ વિશાળ કાફલા સાથે ભાદર ૨ ડેમમાં જળ સમાધી લેવા જઈ રહ્યા છે. ત્યારે વહેલી સવારથી જ તેના સમર્થકો ભાદર ૨ ડેમ ઉપર પહોચી ગયા છે. તેમાં પલેટાના સુધરાઈ સભ્ય રિયાજ ભાઈ હિંગોરા, મુસ્લીમ અગ્રણી બાવલાભાઈ હિંગોરા સહિત ચાર વ્યકિતઓ ડેમ પાસે જવાનો પ્રયસા કરતા તેને પોલીસે અટકાવી રવાના કરી દીધેલા હતા.
ધારાસભ્ય લલીત વસોયા જળ સમાધી લે તે પહેલા ભૂખી ગામ પાસે સમાધી સભાનું આયોજન કરવામાં આવેલ છે. સમાધી સભા સ્થળે કાર્યકરતાઓ વધુ પ્રમાણમાં વહેલી સવારથી જ એકઠા થઈ જતા સ્થળ નજીક પોલીસનો વધુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.