દિવાસો, એવરત જીવરતનું વ્રત, શનિવારી અમાસ અને દશામાંના વ્રતનો આરંભ
અષાઢવદ અમાસને શનિવારના દિવસે એકી સાથે ત્રણ તહેવાર છે. અષાઢમાસની અમાસને દિવાસો કહેવાય છે આ વર્ષનો ઉતમ દિવસ તરીકે ગણાય છે. એક કહેવત પ્રમાણે દિવાસો એટલે સો પર્વનો વાસો દિવાશોથી માંડી અને દેવદિવાળી સુધીનાં આસરે સો દિવસો થાય છે. અને આ સાથે દિવસોમાં સાથે પર્વ અને તહેવારો આવે છે. દિવાસો ના દિવસથી તહેવારો અને ઉત્સવોની હારમાળા શરૂ થઈ જાય છે. જેમાં મુખ્ય શ્રાવણમાસ રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતી ઉત્સવ, નોરતા, દિવાળી આ બધા વર્ષનાં મુખ્ય તહેવારોની શરૂઆત દિવાસોના દિવસથી થાય છે. આથી વર્ષનો મુખ્ય દિવસ દિવાસોક ગણાય છે.
આ દિવસે સૂર્ય ગ્રહણ છે ભારતમા નહિ દેખાય પાળવાનુંન થી એવરત જીવરતનું વ્રત પરણેલી બહેનો કરે છે આ વ્રત અષાઢ વદ અમાસને શનિવારે છે. આ વ્રતમાં મીઠા વગરનું ભોજન કરવું એકટાણું રહેવું અથવા ઉપવાસ કરવો. એવરત રહેતા બહેનો અમાસ એટલે કે શનિવારની આખીરાત્રી અને શ્રાવણ શુદ એકમને રવિવારના સાંજ સુધીનું જાગરણ કરવું આમ એવરતનું વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવું.
જયારે જવરતનું વ્રતમા રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ હોય છે. અને આ વ્રત આજીવન કરી શકાય.
એવરત-જીવરતમાં ચાર માતાજીની છબીનું પૂજન કરવું જે અમાસના દિવસે શનિવારે સાંજે કરવું એવરતમાં જીવરતમાં જયામા અને વિજયામા આ વ્રત પૂજા કરવાથી દીધાર્યુંની પ્રાપ્તી થાય છે. ઘરમાં સુખ-શાંતીમાં વધારો થાય છે.
દશામાના વ્રતની શ‚આત પણ અષાઢવદ અમાસથી થશે માતાજીના વ્રતનો મહિમા અપરંપાર છે. આવ્રત દુ:ખ અને દારિદ્રતા હરના‚ છે. અને સુખ-સંપતિ વધારનાર છે. ઘરને સ્વર્ગ સમાન બનાવનાર આ વ્રત છે.
આ વ્રતમાં એક બાજોઠ પર દશામાનું નામ લહી અને લાલ વસ્ત્રપર માતાજીની છબી અથવા મૂર્તીનું સ્થાપન કરવું તથા બાજુમાં કળશનું સ્થાપન કરવું કળશ પર સુતરના દશ તાર કંકુવારા કરી દશ ગાઠ વાળીને કળશને વીટાળવા દૂન-દીપ નૈવેધ અર્પણ કરવા અને દશ દિવસ ઉપવાસ અથવાતો એકટાણું રહેવું બીજો દશ તાર વારો સુતરનો દોરાને દશ ગાંઠો વાળી જમણા હાથમાં અથવા ગળામાં કંકુવારો કરી ધારણ કરવો દરરોજ કથા સાંભળવી અને એવી રીતે પાંચ વર્ષ આ વ્રત કરવું ત્યારબાદ વ્રતનું ઉજવણુ કરી શકાય છે.
દશામાનું વ્રત અતિ કલ્યાણકારી અને મંગલમયી છે. અને ઉપાધીમાંથી ઉગારનાર છે.
શનિવારી અમાસ સાથે સવારના ૧૧.૪૫ સુધી વ્યતિપાત યોગ પણ છે. આથી આ દિવસે દાન પૂજા કરવાથી ઉતમ ફળની પ્રાપ્તી થશે. ખાસ કરીને વૃશ્ર્ચિક, દન, મકર, રાશીના લોકોને શનીની સાડાસાતી ચાલી રહેલ છે. આથી તેઓ આ દિવસે શનીની ઉપાસના ખાસ કરવી આ દિવસે હનુમાનચાલીસાના પાઠ તેલ, અડદનુ દાન , ચંપલનુદાન,ગરીબોને મદદ કરવી શનીના વૈદોકત મંત્રથી સંપુટ રૂદ્રીના પાઠ કરાવા શુભ રહેશે આ દિવસે ઉપવાસ કરવાથી અનેક ફાયદા જણાશે