એસઓજી ટીમે બાતમીના આધારે સુરતથી આરોપીને ઝડપી લીધો
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરતથી ઝડપી લેવામાં એસઓજી મોરબીની ટીમને સફળતા મળી છે.
મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા તરફથી જિલ્લામાં સગીરવયના બાળક ગુમ,અપહરણ થયેલાઓને શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપવામાં આવતા મોરબી એસ.ઓ.જી. પીઆઇ એસ.એન.સાટી માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.હેડ કોન્સ.ફારૂકભાઇ પટેલ તથા એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટને મળેલ ખાનગીરાહે મળેલ હકિકત આધારે હેડ.કોન્સ જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા સાથે સુરત મુકામે જઇ તપાસ કરતા આરોપી ઝડપી લેવાયો હતો.
વધુમાં મોરબી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૧૧૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ ના કામે નાસતો ફરતો આરોપી કાનજીભાઇ ઉર્ફે કનું મોહમભાઈ રાણવા, ઉવ.ર૬ રહે.દર્શન સોસાયટી પાલનપુર જકાતનાકા બ્લોક નં.૧૭૨ કાન્તિભાઇના મકાનમાં ભાડેથી મૂળ રહે. નાના રામપર તા.ટંકારા મોરબી વાળો તથા ભોગ બનાનાર બંન્ને મળી આવતા આરોપીને Cr.P.Cકલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી તેમજ ભોગ બનનારને તેના વાલી વારસને સોંપવા મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ હતા.
આ કામગીરી મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ. એસ.એન.સાટી તથા એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ.કોન્સ.ફારૂકભાઇ પટેલ, શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા જયપાલસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા એ કરેલ હતી.