જમીન કૌભાંડ મામલે અન્ય એક તલાટી કમ મંત્રી માથે પણ લટકતી તલવાર
જામકલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી ચંદ્રિકાબેન જે.ચૌહાણને જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા સરકારી ફરજમાંથી તાત્કાલિક અસરથી ફરજ મોકુફ હેઠળ મુકવાનો આદેશ કરાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
ગ્રામ પંચાયતના નિયમો વિરુઘ્ધ ખરીદી તેમજ ચુકવણું કરવું તેમજ ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમાંથી પૂર્વ મંજુરી વિના ખર્ચ કરવો તેમજ રેકોર્ડ સાથે ચેડા કરવા તેમજ ગામતળ પ્લોટનું અનઅધિકૃત વેચાણ વગેરે શંકાસ્પદ કામગીરીની રજુઆતના આધારે તપાસના અહેવાલોના આધારે ભાટીયાના તત્કાલીન તલાટી કમ મંત્રી ચંદ્રિકાબેન જે.ચૌહાણને જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા સરકારી ફરજમાંથી તાત્કાલિક અસરથી ફરજ મોકુફ હેઠળ મુકવાનો આદેશ કરાયો છે. આ સમાચાર વાયુવેગે ભાટીયા તેમજ આજુબાજુના વિસ્તારોમાં પ્રસરી જતા ઘણા ભુમાફીયાઓને પગ નીચેથી જમીન સરકી ગયેલ.
જીલ્લાભરમાં બહુ ગાજેલ એવા ચર્ચિત ભાટીયા જમીન કૌભાંડમાં મોટેપાયે ચર્ચિત એવું નામ તેમજ ભાટીયાની કહી શકાય એવી ખરાબો, ગોચર ટુંકમાં કોઈપણ જાતની સરકારી જમીન પર બોગસ રીતે કાગળિયા બનાવીને ગેરકાયદેને કાયદેસર બનાવવા જેવા કામો જે ભાટીયાના ઈતિહાસમાં કોઈપણ તલાટી કમ મંત્રીના કાર્યકાળમાં નથી થયા તે કામો ચંદ્રિકાબેનના કર્યા કાળમાં થવા પામેલ હતા તેમજ અન્ય એક તલાટી કમ મંત્રીની માથે પણ લટકતી તલવાર છે જોયે કે તે કૌભાંડ કેટલા દિવસ પડયા પાછળ રહે છે.