યુગાન્ડાની પાર્લામેન્ટમાં વડાપ્રધાન મોદીએ આફ્રિકા સોના સંબંધો મજબૂત બનાવવા કરી મહત્વની જાહેરાત
આફ્રિકામાં પગદંડો વધુ મજબૂત કરવા માટે મોદી સરકાર ૧૮ જેટલી નવી એમ્બેસીનો પ્રારંભ કરવા જઈ રહી છે. ગઈકાલે યુગાન્ડાની પાર્લામેન્ટમાં સંબોધન દરમિયાન મોદીએ ૧૮ એમ્બેસી ખોલવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની સાથે મહત્વની ચર્ચા કરી રહ્યાં હતા.
યુગાન્ડા બાદ વડાપ્રધાન મોદીએ ૧૦માં બ્રિકસ શીખર સંમેલનમાં હાજરી આપવાની તૈયારી પણ કરી છે. આ સંમેલન જહોનીસબર્ગ ખાતે મળશે જેમાં ચીન, દ.આફ્રિકા, રશિયા સહિતના દેશોના પ્રમુખો સાથે ચર્ચા થશે. વડાપ્રધાન રવાન્ડાનો પ્રવાસ પુરો કરી યુગાન્ડા પહોંચ્યા હતા. જેમાં રવાન્ડાને ૧૩૮૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત ૨૦૦થી વધુ ગાયો આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, હાલ આફ્રિકામાં રાજનૈતિક સંબંધો વિકસાવવા માટે ૨૯ થી વધુ સ્થળોએ એમ્બેસી છે. જયારે ચીને ૫૦થી વધુ સ્થળોએ એમ્બેસી શરૂ કરી છે.
ભારત આગામી ૩ વર્ષમાં વધુ ૧૮ એમ્બેસી ખોલશે. આફ્રિકન દેશો ભારતમાં વ્યાપાર અને વાણીજય માટે મહત્વનો ભાગ ભજવે છે. અનેક કંપનીઓ સાથે આફ્રિકન દેશો વ્યાપાર કરે છે. ત્યારે વધુ ૧૮ એમ્બેસી ખોલી રાજનૈતિક સંબંધો મજબૂત બનાવવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે.