ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા હિતેશ જોયસરે ગીર સોમનાથ જિલ્લામાં બનતા દરેક પ્રકારના ગુન્હામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એલસીબીના પોલીસ ઈન્સ. બી.બી.કોળીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી સોંપેલ હતી.
જેમાં વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં બનેલ પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિરા લખમણ કોડીયાતર (રહે.ગ્રોફેડ મીલ, ગાંધીગ્રામ જુનાગઢવાળો) છેલ્લા બે વર્ષથી વેરાવળ સીટી પો.સ્ટે. થર્ડ ૫૪૨૩/૧૬ના ગુનાના કામે નાસતો ફરતો આરોપીને એલસીબીના નવનિયુકત વુમન એ.એસ.આઈ લતાબેન પરમારની સચોટ બાતમીના આધારે એલસીબીના એએસઆઈ લતાબેન પરમાર તથા હેડ કોનસ્ટેબલ. મેરામણભાઈ તથા સંગ્રામસિંહ તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ તથા દેવીબેનનાઓએ આ કામના આરોપીને તા.૨૧/૭/૨૦૧૮ના રોજ વેરાવળ ખાતેથી પકડી પાડી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.