અરવિંદભાઇ મણિયારના સદ્દકર્મને આલેખતા પુસ્તક ‘પ્રકાશના પેં’નું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન
અરવિંદભાઈ મણિયાર પ્રેરણામયી કર્મયોગી હતા : ભૈયાજી જોશી
રાજકોટ મહાનગરપાલિકાના પ્રમ મેયર અને પ્રવર્તમાન રાજકીય મહાનુભાવોમાં જેમનું નામ આદરી લેવાય છે એવા અરવિંદભાઇ મણિયારના સદ્દકર્મને આલેખતા પુસ્તક પ્રકાશના પેંનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે મણિયારનું જીવનચિત્ર નવી પેઢીના નેતાઓને સદાને માટે પ્રેરણા આપતું રહેશે.
અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચન સમારોહમાં ઉપસ્તિ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, માનવીનો જન્મ થાય તે બાદ ૨૫ વર્ષના આયુષ્ય સુધી ભણીગણી પગભર વાનો પ્રયત્ન કરે છે. એ બાદ ૩૦ વર્ષની આયુ સુધીમાં ગૃહસ્થીમાં પોરવાય છે અને તત્પશ્ચાત સમાજ સેવા કરવા માટે વિચારી શકે છે. પણ, અરવિંદભાઇએ પોતાના ૪૯ વર્ષના આયુષ્યના ૧૮ વર્ષ સુધી સમાજની, દેશની સેવા કરી અને સમાજઘડતરનું મહાન કામ કર્યું.
તેઓનું વ્યક્તિત્વ અનેરૂ હતું, તેઓ સદાના માટે લોકોની વચ્ચે રહેતા હતા. લોકોને મળી તેમની સમસ્યા જાણી પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. નાગરિક સહકારી બેંક ખાતે પોતાના દૈનિક ક્રમ મુજબ બપોરે ત્રણ વાગ્યે આવે ત્યારે તેમને મળવા માટે લોકોની ભારે ભીડ રહેતી હતી.
એ બાદ મહાપાલિકા ખાતે પણ એટલા નાગરિકો એમની મુલાકાત માટે આવતા હતા. આ બાબત તેમની લોકપ્રિયતા અને સક્રીયતા દર્શાવે છે. લોકો પણ એવા અગ્રણી પાસે જતા હોય છે, કે જે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. આજના નેતાઓએ આ બાબત એમના પાસેી શીખવાની જરૂર છે.
પોતાને મણિયારના માનસપુત્ર લેખાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, એ વખતે એમણે અનેક લોકોના જાહેરજીવનના ઘડતરનું કાર્ય કર્યું હતું. તેઓ એ વખતે કહેતા કે આ લોકોને અમે વાસ નાખીને જઇએ છીએ. અમે નહીં હોઇ પણ આ પેઢી શાસન સો સમાજ સેવા કરતી હશે. એ વાત આજે સત્ય સાબિત ઇ છે. અનેક પ્રકારના સંઘર્ષ અને તપશ્ચર્યા આવા અગ્રણીઓએ કરી ત્યારે આજની પેઢી સશક્ત જાહેરજીવનમાં કાર્યરત છે.
રૂપાણીએ જણાવ્યું કે, મણિયાર એક વિચાર, ધ્યેય, મિશન સો કામ કરતા હતા. તેમના કારણે જનસંઘ, ભાજપ, રાજકોટ નાગરિક બેંક, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત બની શક્યા હતા. તેઓ મૂલ્યનિષ્ઠ રાજનીતિના આગ્રહી હતા. તેના અનેક કિસ્સાઓનો હું સાક્ષી છું. તેઓ રાજકારણમાં આવતા પહેલા ર્આકિ રીતે પગભર બનવા માટે સલાહ આપતા હતા. જેી પ્રમાણિક્તાી સમાજ સેવા કરી શકાય. આવા મહાનુભાવોના કાર્યોનું પુસ્તક નવી પેઢીને સદાને માટે પ્રેરણા આપતું રહેશે, એવી મુખ્યમંત્રીએ અંતે આશા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ અરવિંદભાઈ મણિયારના સામાજિક અને રાજકીય સમપર્ણને બિરદાવતા તેમને પ્રેરણાદાયી કર્મયોગી ગણાવ્યા હતા. અરવિંદભાઈને દિવ્ય સ્ંભ સમાન ગણાવી આવનારી પેઢી તેમના રાહબર હેઠળ માર્ગદર્શન મેળવી આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગ્રંનું મુલ્ય સમજાવતા ભૈયાજીએ જણાવ્યું હતું કે, ગ્રંમાં રહેલ શબ્દો વિચાર કેન્દ્રિત હોય છે, વ્યક્તિ માધ્યમ હોય છે. ગ્રંમાં લખેલ શબ્દોને આપણા જીવન સો ગોઠવી મૂલ્યવર્ધિત જીવન જીવવાની પ્રેરણા સો આગળ વધે તો પુસ્તકની ર્યાતા જળવાઈ છે.
અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટને આદર્શ ટ્રસ્ટ ગણાવતા જોશીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સામાજિક, શૈક્ષણિક પ્રવૃતિઓ અન્ય સામાજિક કાર્ય સો સંકળાયેલ સંસઓને પ્રેરણા પૂરી પાડશે, તેમ જણાવ્યું હતું.આ તકે જોશીએ ભારત દેશના કર્મયોગીઓને બિરદાવતા કહ્યું હતું કે સદેવ કાળી ભારતે હંમેશા સત્ય, ન્યાય અને મુલ્યોના ગુણો કી સમગ્ર વિશ્વને રાહ ચિંધનાર મહાપુરુષ આપ્યા છે. અરવિંદભાઈ મણિયાર તે પૈકીના એક હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવિંદભાઈ જેવા સંનિષ્ટ લોકોના રાજનીતિમાં આવવાી લોકોમાં રાજકારણ વિષે હકારાત્મક વિચાર પ્રગટ તો હોવાનું કહ્યું હતું.
તેમણે ગૌરવ સો મૃત્યુંજય ભારતની ભવ્ય ગાા અને સંસ્કૃતિ અંગે તાત્વિક ચિતાર રજુ કર્યો હતો. સાધક, તપસ્વી અને કર્મયોગી જીવો અહી જન્મ્યા હોવાનું અને સમગ્ર વિશ્વને માનવીય મૂલ્યોનું સંવર્ધન કરવાતા હોવાનું અંતમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રકાશના પેં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને વિનામૂલ્યે વિતરિત કરવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કીરિયાએ ટ્રસ્ટનીપ્રવૃત્તિની રૂપરેખા આપી હતી.
જ્યારે, જ્યોતીન્દ્ર પારેખે અરવિંદભાઇ મણિયારની સામાજિક પ્રવૃત્તિનો આલેખ રજૂ કર્યો હતો. પુસ્તકના લેખક રાજુલ દવેએ પુસ્તકનો સારાંશ પ્રસ્તુત કર્યો હતો. ભૈયાજી જોષી તેમજ મુખ્યમંત્રી રૂપાણીનું મોમેન્ટો તેમજ રૂમાલ અને પુષ્પ આપી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમની આભારવિધી કલ્પકભાઈ મણીયારે કરી હતી.
અપૂર્વભાઈ મણિયારે શૌર્ય ગાન રજુ કર્યુ હતું.આ પ્રસંગે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠિયા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, પૂ. પરમાત્માનંદજી મહારાજ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શ્રીમતી ભાનુબેન બાબરિયા, રાજુભાઈ ધ્રુવ, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, હંસિકાબેન મણિયાર, અગ્રણીઓ નલીનભાઈ વસા સહીત મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતાં.