સાત દિવસથી સિવિલ હોસ્પિટલમાં ઓર્થો વોર્ડમાં રૂપિયા મંગાતા હોવાનો દર્દીનો આક્ષેપ
સુરત સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ઓપરેશન માટે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ દર્દીએ કર્યો હતો. દર્દીએ કહ્યું હતું કે અગાઉ ઓપરેશન કરાવ્યા બાદ ફરી ઓપરેશન કરાવવું પડે તેમ હોવાથી છેલ્લા ઘણા સમયથી ધક્કા ખાઈ રહ્યો હતો. જેના માટે સિવિલમાંથી કહેવાયું હતું કે બહારથી સાધનો મંગાવવા માટે રૂપિયા જોઈશે જે પોતે ન આપી શકતાં ઓપરેશન અટક્યાનો દર્દીએ આક્ષેપ કર્યો હતો.
અંકલેશ્વરથી દર્દી આવ્યો…
અંકલેશ્વરના શાંતિનગર ખાતે રહેતા મૂળ બિહારના ડોમાન ઠાકુર ઉ.વ.આ.55 વોચમેન હતો. એક વર્ષ અગાઉ ત્યારે કોઈ તેને નિંદ્રાવાન અવસ્થામાં રેલવે પટરી પર માર મારી ફેંકી જતાં તેના જમણા ખભામાં ઈજા થતાં બિગારમાં ઓપરેશન કરાવવામાં આવ્યું હતું જે અસફળ રહ્યું હતું. જેથી સુરત સિવિલમાં ઓપરેશન કરાવાયું હતું ત્યારે પણ 20 હજાર માગ્યા હતા જે ફરિયાદ કરતાં પરત અપાયાનો પણ આક્ષેપ કરાયો હતો. ત્યારબાદ ફરી દર્દ થતાં સાત દિવસથી સિવિલના ઓર્થો વોર્ડમાં પહેલા માળે દાખલ છે. જેમાં ઓપરેશન માટે 35 હજાર સાધનો મંગાવવા માટે મંગાયાનો આક્ષેપ કરતાં કહ્યુ હતું કે, એકવાર શુક્રવારે ઓપરેશન માટે લઈ જવાયો અને ઓપરેશનના કપડા પહેરાવાયા હતાં. પરંતુ રૂપિયા ન અપાયા હોવાથી ઓપરેશન કરાયું અને ઘક્કા ખવડાવતાં હોવાનુ તથા ટાંકા કાપી ન આપતાં હોવાના આક્ષેપ ચાર સંતાનના પિતા ડોમાન ઠાકુરએ કર્યા હતાં.