ડિસ્ટ્રીકટ કોર્ટે કર્મચારીની તરફેણમાં આપેલા ચુકાદાને સરકાર વિભાગે ૧૦ વર્ષ બાદ પડકાર્યો ‘તો
શહેરમાં બહુમાળી ભવનમાં આવેલી જિલ્લા સહકારી મંડળીમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા ભવાનભાઈ પોપટભાઈ મેંદપરાની તરફેણમાં અદાલતે જન્મ તારીખમાં સુધારો કરવા સંબંધે માર્ચ-૨૦૦૬માં ચુકાદો આપેલો જેના અનુસંધાને સરકારી રેકર્ડમાં જન્મ તારીખ અંગે સુધારો કરવામાં આવેલો જે ચુકાદાને સરકાર વિભાગના અધિક રજીસ્ટ્રારે આ કર્મચારીએ કોર્ટના હુકમની અમલવારી કરાવવા માટે દરખાસ્તની કાર્યવાહી કરેલી જેથી ગાંધીનગર કચેરીના રજીસ્ટ્રારે ૧૦ વર્ષ બાદ સરહું હુકમ પડકારવા માટે કાયદા વિભાગનો અભિપ્રાય માંગેલો અને કાયદા વિભાગે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા સરકારી વકીલને કાર્યવાહી કરવા પત્ર લખેલો.
આ કામમાં સરકારે ડિસ્ટ્રીકટ કોર્ટના સને ૨૦૦૬ના ચુકાદા સામે હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ દાખલ કરીને જે વિલંબ થયેલો છે તે વિલંબ માફ કરવા માટેની કાર્યવાહી કરેલી જેને કર્મચારી તરફથી વિરોધ કરવામાં આવેલો હતો.
આ કામમાં પક્ષકારોના વકીલ તથા રેકર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને સરકારી કચેરીમાં નોટીંગ કરવાની કાર્યપઘ્ધતિમાં જયારે સમય પસાર થયેલો હોય તે આધુનિક યુગમાં સ્વીકારી શકાય તેમ નથી તેમજ લીમીટેશનનો કાયદો દરેકને બંધનકર્તા છે
જેમાં સરકાર પણ બાકાત નથી જેથી તંત્ર વ્યાજબી અને સ્વીકારી શકાય તેવો વિલંબ સંબંધનો ખુલાસો શુઘ્ધ બુદ્ધિથી કરવો જોઈએ જે ૧૦ વર્ષ કરતા વધુ સમયનો ખુલાસો રજુ કરવા સરકાર નિષ્ફળ ગયેલી હોય જેથી હાઈકોર્ટના ન્યાયમુર્તી જે.બી.પારડીવાલાએ સરકારની વિલંબ માફની અરજી નામંજુર કરેલી છે હુકમ ફરમાવવામાં આવેલો છે જેથી કર્મચારીની તરફેણમાં ડિસ્ટ્રીકટ અદાલતનો ચુકાદો યથાવત રાખવામાં આવેલો છે.
આ કામમાં કર્મચારી મેંદપરા ભવાનભાઈના એડવોકેટ દરજજે અમદાવાદના એડવોકેટ જે.જે.યાજ્ઞિક તથા રાજકોટના એડવોકેટ લલિતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચંદ્રકાંત દક્ષિણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુગ, નિશાંત જોષી તથા પાર્થ ચૌહાણ રોકાયેલા હતા.