વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર ખાતે ધો.૯થી ૧૨ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની સર્જનાત્મક રુચિ ખીલે એ હેતુસર આર, વાય, ઓ, જી એમ ચાર ગ્રુપમાં વેસ્ટમાંથી બેસ્ટ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પારેખ મિહીર, નિમાવત વિધિ, ધોરીયાણી બ્રિજ, વેકરિયા દ્રષ્ટિ, કલાલ પ્રિયંકા, વાઘેલા દેવેન, પટેલ રાધીકા, રાઠોડ કુલદીપ, ડેરૈયા નીરાલી, બાંમટા જનમેજય, જગેશા નીશીતા, ચૌહાણ આનંદ, સગપરિયા તૃપ્તિ, ચાવડા હેમાક્ષી, જેઠવા હેતા, મકવાણા આશિષ, જોબનપુત્રા વિશાખા, સોલંકી દિગેશ, લઢેર ધારા, મકવાણા આકાશ તથા ઠક્કર રોશની વિવિધ ગ્રુપમાં પ્રથમ, દૃતીય અને તૃતીય સ્થાન પર વિજેતા રહ્યાં હતાં.
વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પ્રધાનાચાર્ય હરિકૃષ્ણભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને સર્જનાત્મક કલા આત્મસાત કરી વિકસાવવાની શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમના સંયોજક ડો.નયનબહેન વ્યાસ અને સહસંયોજક પૂર્વીબહેન પટેલ રહ્યા હતા. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે સૌ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.