સોમનાથ ખાતે ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારીણી બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી પધારી રહ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કર્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ બુકે અને શાલથી સન્માન કરાયું હતું.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ દ્વારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, રાષ્ટ્રીય અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ જુનાગઢ ભાજપ અગ્રણી ગીરીશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.