ઈસરોના ડેપ્યુટી પ્રોજેકટ ડીરેકટર મિનલ સંપતનું બહુમલ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળ્યું
ક્રાઈસ્ટ કોલેજ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓની રૂચી વધે તે માટે ઈન્સ્પાયર સાયન્સ કેમ્પ યોજાઈ ગયો. જેમાં ઈસરોના ડેપ્યુટી પ્રોજેકટ ડીરેકટર મિનલ સંપતનું બહુમુલ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિલામ્બરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાનિક ઉમેશ કુમાર શર્માએ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજીનો આ ઈન્સ્પાયર સાયન્સ કેમ્પ-૨૦૧૮નો મુખ્ય ઉદેશ યંગ માઈન્ડસને પ્રોપર ગાઈડન્સ આપવાનો અને એ દિશામાં વિચારતા કરવાનો છે. બહુ મોટા સાયન્ટીસ્ટને બોલાવી ૫ દિવસનો આ આખો વર્કશોપ થશે. તે લોકોને પ્રેકટીકલ ટ્રેનિંગની સાથે એક સાયન્સ પ્રત્યે એક સાયન્ટિફીક અપ્રોચી આવે. નાના બાળકો ખુબ પ્રોડકટીવ હોય છે. તેમણે પ્રોપર ડાયરેક કરવામાં આવે સાયન્ટીફીક દિશામાં તો ખુબ જ ભવિષ્યમાં સારા પરીણામો મળી શકે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ઈસરોના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર મિનલ સંપતે જણાવ્યું હતું કે, આજે ઈન્સ્પાયર સાયન્સ કેમ્પ જે કર્યો છે. ક્રાઈસ્ટ કોલેજે બહુ જ સારુ ઈનિસિએટીવ છે કે જે પ્યોર સાયન્સ પ્રત્યે લોકોની જિજ્ઞાસા વધે અને તેને સ્પાર્ક મળે તો બહુ જ સારુ છું તેના લીધે આપણે યંગ જનરેશનને ઈનસ્પાયર કરવા માંગીએ છીએ. માનવ યાન એ ઈસરોનો ઉદેશ્ય ઉંચો છે. જે વિક્રમ સારાભાઈનો પહેલો ઉદેશ્ય છે. જે ઈસરો માટે અધરુ નથી પણ પહેલા જે સેલ્ફ સફિસિયન્ટ થાય તે જરૂરી છે પછી તે ઓટોમેટીક ટેકઅપ થશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રાઈસ્ટ કોલેજના પ્રિન્સીપાલ ઈવોર્ન ફન્નાડીસએ જણાવ્યું હતું કે, ઈન્સ્પાયર સાયન્સ કેમ્પ એ ચોથીવાર ક્રાઈસ્ટ કોલેજમાં ઉજવાઈ રહ્યો છે. ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા અને કોલેજના ઈનિસયેટીવ પ્રયાસથી આ શકય બન્યો છે. યંગ ટેલેન્ડને સાયન્સ તરફ વળવા માટે આ પ્રોગ્રામ યોજાયો હતો. આજના વિદ્યાર્થીને નેશનલ સાયન્સનું મહત્વ અને રીસર્ચ અને ડેવલોપમેન્ટમાં શું મહત્વ અને રોલ છે એ ખ્યાલ જ નથી. ગ્લોબલ કમ્પીટીટીવનેસને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ યોજાયો છે. આજના યુવાનોને ટેલેન્ટને ચેનલાઈઝ કરી અને સાયન્સની મહત્વતા માટે યોજાયો હતો. વિવિધ દેશોમાંથી એમીનન્ટ વૈજ્ઞાનિકો આવ્યા છે. જેને સ્ટુડન્ટ સાથે વિજ્ઞાનના વિવિધ વિષયોને લઈને ઈન્ટરકેટ (વાર્તાલાપ) કર્યું હતું. સ્ટુડન્ટ લેબોરેટરીમાં પ્રેકટીકલ કરે પ્રોત્સાહન માટે કાર્યક્રમ યોજાયો હતો.
અધર ધેન ડીન, ફેકલ્ટી સાયન્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અબતક સાથેની વાતચીત દરમિયાન ગીરીશ ભીમાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા ઈન્સ્પાયર પ્રોગ્રામ અંતર્ગત ક્રાઈસ્ટ કોલેજમાં જે પાંચ દિવસીય કાર્યક્રમ ચાલે છે તેમાં મુળ હેતુ નાના-નાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી જાગે વિજ્ઞાન પ્રત્યે આગળ વધે અને વડાપ્રધાનનું સ્વપ્ન સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા તેમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી અને ભારત દેશ આગળ વધે તેવા શુભ આશયથી તે માટે જેમણે ધો.૧૦ પાસ કર્યું હોય અને ૧૧માં ધોરણમાં પ્રવેશ મેળવેલો હોય એવા માટે આ કાર્યક્રમ કરે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીના નરેશકુમારે જણાવ્યું હતું કે, ઈન્સ્પાયર સાયન્સ કેમ્પએ ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા દરેક વ્યકિતને પ્રોત્સાહન આપવા અને સાયન્સનું નોલેજ આપવા માટે કરાયો હતો. ભારતે ઘણા સમયથી વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ મેળવી છે પરંતુ હાલમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ દિવસેને દિવસે ઘટતો જાય છે. આપણા નેશનના પ્રોગ્રેસ માટે સ્ટુડન્ટને સાયન્સનું નોલેજ આપવું જરૂરી છે. ક્રાઈસ્ટ કોલેજ દ્વારા વિવિધ વૈજ્ઞાનિકોને આમંત્રણ આપી અને વિદ્યાર્થીને વિજ્ઞાનના ઈનપુટ આપ્યા છે. વૈજ્ઞાનિકો જ વિજ્ઞાન માટે જાણીતા નથી પરંતુ ડોકટર અને ઈજનેરોનો સહકાર અને સમર્પણ પણ વિજ્ઞાનમાં વધુ છે. દરેક વ્યકિતને સાયન્સનું નોલેજ જરૂરી છે ત્યારે જ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું જ્ઞાન અને પ્રોત્સાહન આપી વિજ્ઞાનની જ‚રીયાત કેટલી છે વ્યકિતના જીવનમાં એ જણાવ્યું હતું. સાથોસાથ એ ભવિષ્યમાં કયાંય પણ પ્રગતિ કરે ત્યાં તેના ગ્રોથ માટે વિજ્ઞાન સાથે આગવુ સ્થાન આપે એજ આ પ્રોગ્રામનો હેતુ છે.