પંખાના હુંક સાથે ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં દિવ્યરાજ એસોસિએટ નામની ઓફિસમાં મહિલા એડવોકેટે કોઇ કારણસર પંખાના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે. મહિલા વકીલે શા માટે આપઘાત કર્યો તે અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ
ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં ધરમનગર પાછળ ‚ષિવાટીકામાં રહેતી દિવ્યાબેન મગનભાઇ વિઠા નામની ૩૪ વર્ષની વિપ્ર યુવતીએ યાજ્ઞિક રોડ પર રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં દિવ્યરાજ કોમ્પ્લેક્ષમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
દિવ્યાબેન વિઠા નોટરીનું કામ કરતા અને તેમનો ભાઇ પણ ઓફિસમાં સાથે કામ કરતો તે મધ્યપ્રદેશ ગયો હોવાથી સવારે દિવ્યાબેન એકલા જ ઓફિસે આવ્યા હતા અને ઓફિસનો દરવાજો સવારે દસ વાગે અંદરથી બંધ કરી દીધો હતો અને બપોરના બાર વાગ્યા સુધી ન ખુલતા બાજુની ઓફિસના માલિકોએ તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને આજુબાજુવાળાએ દરવાજો ખોલ્યો ત્યારે દિવ્યાબેન વિઠા પંખાના હુક સાથે ચુંદડી બાંધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. પોલીસ મૃતક દિવ્યાબેનના મોટા બહેનને જાણ કરતા તેઓ રાજેશ્વરી કોમ્પ્લેક્ષ ખાતે દોડી આવ્યા હતા અને પોતાની બહેન દિવ્યાએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.બે બહેન અને બે ભાઇમાં સૌથી નાના દિવ્યાબેન વિઠાએ શા માટે આપઘાત કર્યો તે અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથધરી છે.