વડી અદાલતે આરોપીઓની રીવ્યુ પીટીશન ફગાવી દીધી
નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટ ચારમાંથી ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી પર આજે એટલે કે સોમવારે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ત્રણેય આરોપીઓની સજા યથાવત રાખી છે. ચોથા આરોપીએ આ મામલે પુનર્વિચાર અરજી દાખલ કરી નહોતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની પીઠે મુકેશ (૨૯), પવન ગુપ્તા (૨૨) અને વિનમ શર્માની અરજી પર આજે નિર્ણય સંભળાવતા તેમની સજાય યથાવત રાખી છે.
નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહ (૩૧)એ સુપ્રીમ કોર્ટના મે ૨૦૧૭ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અક્ષય કુમાર સિંહના વકીલ એપી સિંહે કહ્યું કે, અક્ષયે અત્યાર સુધી પુનર્વિચાર અરજી દાખલ કરી નથી, અમે તેને દાખલ કરીશું.
SCના જજ દીપક મિશ્રા, જજ આર ભાનુમતિ અને અશોક ભૂષણની પીઠે મુકેશ (૨૯), પવન ગુપ્તા (૨૨) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ૨૦૧૭ના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા ૨૩ વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ગેંગરેપ અને હત્યાના કેસમાં તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા યથાવત રાખી હતી. નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં ૬ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.