વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની યોજાઈ બેઠક: બુધવારે ‘ભગવા બાઈક રેલી’
આગામી અષાઢી બીજની રથયાત્રા તા.૧૪ને શનિવારના આવી રહી છે ત્યારે રાજકોટની આ રથયાત્રા એટલે ૧૧મી રથયાત્રાની તૈયારી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. રથયાત્રાના અનુસંધાને સમગ્ર રાજકોટના વિવિધ મંડળો, ટ્રસ્ટો, ગૌશાળાના પ્રતિનિઇધો, ધુનમંડળ, શિવસેના, યુવી કલબ, ભુદેવ સેવા સમિતિ, રાધેશ્યામ ગૌશાળા, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, કિશાન ગૌશાળા, નાનામૌવા ગામ ક્ષત્રિય સમાજ, વૃંદાવન ગ્રુપ, માલધારી સમાજ તથા હિન્દુ યુવા વાહિની, હિન્દુ જાગરણ મંચના વિવિધ પ્રતિનિધિઓ સામે રાજકોટ મંડળના ૨૦થી વધારે સંતોની ૩૦૦થી વધારે પ્રતિનિધિઓની વિશાળ બેઠક તાજતરમાં યોજાઈ હતી.
આ બેઠકમાં જયરામદાસબાપુ-ખોડિયારધામ આશ્રમ કાગદડી, રામલજીવનદાસજી-કામનાથ મહાદેવ મંદિર, પૂ.ત્યાગી મનમોહનદાસજી-કૈલાસધામ આશ્રમ, મા.મહેન્દ્રભાઈ ફળદુ, યુવી કલબ-વીવાયઓના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી, શિવસેનાનું રથયાત્રાના અનુસંધાને વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. યાત્રા ભવ્ય બને તે માટે આગામી તા૧૧ને બુધવારના સાંજના ૫:૦૦ કલાકે વિશાળ સંખ્યામાં ભગવા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભગવા રેલીમાં સંતો ખુલ્લી જીપમાં બિરાજમાન થશે સાથે સમગ્ર યુવાનો બે-બે બાઈકની લાઈનમાં સુસજજ બની રેલીમાં પધારશે. બધા જ વાહનોમાં ભગવા ધ્વજ સાથે જોડાયેલ તમામ ભકતો-યુવાનોના ગળામાં ભગવા ખેસ પહેરી સાથે સમગ્ર રાજકોટને જગન્નાથમય બનાવવા ડી.જે.સાઉન્ડ પણ રહેશે. આ ભગવા રેલી નિજ મંદિરથી પુજય સંતો શરૂ કરાવશે અને રાજકોટના ભગવાન જગન્નાથજી રથયાત્રાના સમગ્ર રૂટમાં ફલેગમાર્ક કરી ફરીથી નીજમંદિર પૂર્ણ થશે.
આ રેલીમાં ૩૦૦થી વધારે બાઈક, ફોર વ્હીલ સાથે ૫૦૦થી વધુ ભગવા બ્રિગેડની સંખ્યા રહેશે. સમગ્ર ભગવા રેલી સુસજજ, નિયમોનું પાલન સાથે નીકળશે. સમગ્ર રાજકોટના હિન્દુ ધર્મપ્રેમી જનતા, ભાઈ-બહેનો, યુવા સંગઠનો, જન્માષ્ટમીના મંડળો, ગૌશાળાઓ ટ્રસ્ટો, વિદ્યાર્થી હોસ્ટેલના યુવાનો, સામાજીક, ધાર્મિક સંસ્થાઓને આ વખતની આ ભગવા રેલી તથા અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવા અપીલ કરાઈ છે.
આ વખતની યાત્રા ભવ્ય બનાવવા સમગ્ર ગુજરાતમાં નં.૧ બને તે માટે જગન્નાથ યાત્રા સમિતિના તમામ વ્યવસ્થાપકો અત્યારથી જ પ્રયત્ન શ‚ કર્યા છે. ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમ્યાન ભગવાન માં શુભદ્રાજીના મામેરાવિધિ પરંપરાગત પુરા જોમથી ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિરના પૂ.કોઠારી સ્વામી હરીવલ્લભ સ્વામી તથા પૂજય સંતોના માર્ગદર્શનથી આ વખતના મામેરાના સહભાગી પરીવારમાં હરપાલસિંહ જાડેજા (ભરૂડી) પરિવાર દ્વારા ભરવામાં આવશે સાથે સ્વામિનારાયણ મંદિરે સમગ્ર યાત્રામાં જોડાયેલ ભકતોને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિની આ બેઠકમાં પૂ.જયરામદાસબાપુ, પૂ.રાઘવદાસબાપુ, પૂ.રામસ્વ‚પદાસજી પૂ.રાધેશ્યામબાપુ, મંગેશભાઈ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, જયરાજસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, જીમ્મીભાઈ અડવાણી, જયદિપસિંહ જાડેજા, અનિ‚ઘ્ધસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.