મોદી સ્કૂલ ધો.૭ થી ૧૦ના વિદ્યાર્થીઓને કુંભાર દ્વારા માટીકાર્ય શીખવવામાં આવ્યું હતું. કુંભાર પોતાનો લાકડાનો ચાકડો, માટી વગેરે જે વસ્તુઓ આ પ્રવૃતિમાં જોઈતી હતી તે લઈને શાળાએ આવ્યા હતા. વારા ફરતી દરેક વર્ગના વિદ્યાર્થીઓને અવનવા રમકડા, ફલાવરપોટ, દિવડા, નાના-નાના ઘડા વગેરે બનાવતા શીખવી રહ્યા હતા.
આ રીતની પ્રવૃતિથી દરેક બાળકમાં કંઈક નવું કાર્ય કરવાનો અનુભવ થાય છે. માટીમાંથી કુંભાર જે જે વસ્તુઓ બનાવે છે તે કેટલી મહેનતથી બને છે તે નજરે નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ એકિટવીટી કરી હતી.