તબકકાવાર દરેક વોર્ડમાં યોજાનાર કેમ્પનો રવિવારથી પ્રારંભ: શહેરના ખ્યાતનામ તબીબો આપશે સેવા
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારુ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઈ જાય તે હેતુથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.અમિત હપાણી તેમજ ડો.અતુલ પંડયાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ભાજપ સરકારે મહિલા ઉત્કર્ષ, મહિલા સશકિતકરણ અને મહિલાઓના આરોગ્ય પ્રત્યે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજીત આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકા તેમજ સાંધાના રોગોના નિષ્ણાંત, જનરલ ફીઝીશ્યન તેમજ જનરલ પ્રેકટીશનરો દ્વારા નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. આ કેમ્પ તબકકાવાર શહેરના દરેક વોર્ડમાં યોજાશે જેની શ‚આત તા.૮ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ વોર્ડ નં.૪માં ભગવતી પ્રાથમિક શાળાનં.૪૩, ૫-ભગવતીપરા ખાતે તેમજ વોર્ડ નં.૫માં સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ પંડિત જવાહરલાલ નહે‚ પ્રાથમિક શાળા નં.૬૭, માલધારી સોસાયટી, આરટીઓ પાસે, ગાર્ડન ફેરીલેન્ડ પાછળ, રાજકોટ ખાતે શહેરના ખ્યાતનામ તબીબો પોતાની સેવા આપશે. આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા બહેનોને અનુરોધ કરાયો છે. કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપ મંત્રી કલ્પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા, રસીલાબેન સાકરીયા, કોર્પોરેટર પ્રિતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.