શહેરના રૈયા ચોકડી પાસે યોગીનગર સોસાયટીમાં રહેતા જલયાણમાં રહેતો કલ્પેશ યોગેશકુમાર પોપટ નામના યુવકના તા.૬/૬/૧૦ના રોજ માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં રહેતા હિમાબેન કલ્પેશ પોપટ સાથે લગ્ન થયેલા. આ લગ્નથી પુત્રનો જન્મ થયેલો. લગ્નબાદ પતિએ પ્રથમ લગ્ન ચાંદની મોદી સાથે કરેલા હતા.
સાસુ દક્ષાબેન પોપટ, પતિ કલ્પેશ તથા જેઠ કેતનભાઈ હેરાન કરવા લાગેલા અને તે અંગે હિમાબેન પોલીસ કેસ પણ કરેલો છે. પત્ની અને પુત્રના રહેણાંકની વ્યવસ્થા કરેલી નહીં અને આ હિમાબેન યશ્વી ફલેટસ, ફલેટ નં.૪માં પોતાના પુત્ર સાથે રહેવા જતા આ ફલેટનો કબજો પડાવી લેવાની કોશિષ કરતા આ હિમાબેને તેના જેઠ અને સાસુ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ કરી હતી. કબજો પડાવી લ્યે નહીં તેવો દાવો સિવિલ કોર્ટમાં કરેલ છે.
ડોમેસ્ટીક વાયોલન્સ એકટની જોગવાઈ મુજબ પતિએ તેના પત્ની અને બાળકોની રહેણાંકની વ્યવસ્થા કરી આપવાની જોગવાઈ છે. તેમના પતિએ ખોટી રજુઆત કરી પોતાને અકસ્માતમાં ઈજા થઈ ગઈ છે. તેથી તેઓ પત્ની, બાળકને ભરણપોષણ આપી શકે તેમ નથી કે રહેણાંકની વ્યવસ્થા કરી શકે તેમ નથી.
પતિના નામે ભારત પબ્લીકેશન હાઉસના નામે વ્યવસાય કરે છે. કરોડો રૂપિયાની મિલકત છે. તેમ છતાં પત્નીના રહેણાંક પડાવી લેવા માંગતા હોય તે અંગે હિમાબેને પોલીસ ફરિયાદ કરેલી છે અને કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય તેના રહેણાંકનું મકાન પતિ, સાસુ, જેઠ-જેઠાણી કે કોઈપણ વ્યકિત કબજો પડાવી ન લ્યે તેવો કોર્ટમાં દાવો કરેલો છે. આ કામના ફરિયાદી હિમાબેન પોપટ વતી ધારાશાસ્ત્રી મહેશભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી અને ઘનશ્યામ પટેલ રોકાયા હતા.