આફ્રિકન્સને ખદેડી સાઉથ અમેરિકાનો દબદબો કાયમ રાખતા ટીમ કોલંબીયાના ખેલાડીઓ
ટ્યુનિશીયાએ પનામાને ર-૧ થી હરાવ્યું
મેચ જીતવા છતા ટ્યુનિશીયા અંતિમ ૧૬માં સામેલ થઇ શકશે નહીં
કોલંબીયાના ખેલાડી પેરી મિનાએ સેનેગલ સામેની મેચના સેક્ધડ હાફમાં ૧-૦થી સેનેગલને માત આપી સાઉથ અમેરિકાને વર્લ્ડ કપમાં પ્રવેશ અપાવી આફ્રિકન્સને ખદેડી પાડયા હતા બીજા રાઉન્ડમાં પહોચવા માટે સેનેગર્લને માત્ર એક પોઈન્ટની જ જરૂર હતી પરંતુ જાપાનથી ખરાબ રીતે હાર્યા બાદ સનેગલના વર્લ્ડ કપના સત્યના ચકનાચૂર થયા હતા સેનેગલ અને જાપાન બંનેને પોલેન્ડે ૧-૦થી હરાવ્યું હતુ ૬ પોઈન્ટથી જીત મેળવનાર કોલંબીયા હવે આખરી ૧૬માં ગ્રુપ જીના રનર અપ સાથે મૂકાબલો કરશે ૨૦૦૨ના સેનેગલના પ્રવેશ બાદ આફ્રિકાનો નોકઆઉટ સ્ટેજમાં જવાનો મોકો મળ્યો નથી.
જોકે શરૂઆતી ધોરણમાં કોલંબીયાનો મેચ ઢીલો રહ્યો હતો. કારણ કે પ્લેમેકર અને તાલીસ્માન જેવા સ્ટાર ખેલાડીઓ ઘાયલ થયા હતા. પરંતુ આખરે તે ફાઈનલ માટે સિલેકટ થયું હતુ છેલ્લી મિનિટોમાં સમારા અરેનાની કિકથી ગેમની બાજી પલટી ગઈ હતી.
જોકે ફેઈલ થવાના ચાન્સીસ પણ હતા તો કોલંબીયાના સ્ટ્રાઈકર રડામેલ ફલ્કાઓએ ટાર્ગેટ વિંધવા માટે ૨૫ મી મીનીટે ગોલ ફટકાર્યો હતો. અને વિરોધી ટીમના ખેલાડી લુઈસ મુરેલે તેને રોકવાના પ્રયાસો કર્યા હોવા છતાં ૭૪મી મીનીટે કોલંબીયાએ વિરોધી ટીમને હાંકી કાઢી હતી.