સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સીઝનનો સૌથી વધુ વરસાદ વિજયનગર તાલુકામાં તથા પોશીના તાલુકામાં પડી ચૂક્યો છે ત્યારે ચોમાસામાં અન્ય તાલુકાઓની હાલત નદી કાંઠે તરસ્યા જેવી થવા પામી છે સાબરકાંઠા જિલ્લામાં તા.૨૮ જૂન ૨૦૧૮ સુધીમાં જે વરસાદ પડયો છે તે ગત વર્ષની સરખામણીમાં ઓછો છે. જોકે આ વર્ષે પ્રાંતિજ, તલોદ તાલુકામાં સીઝનનો સૌથી ઓછો વરસાદ પડયો હોવાને કારણે ખેતરોમાં વાવણી થઈ શકી નથી.
ત્યારે ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઇડર મા આજે વહેલી સવાસરથીજ પડી રહેલો ધોધમાર વરસાદ.ઇડર પંથકમાં વહેલી સવારથી પડી રહેલો ધોધમાર વરસાદ .ઇડર પંથકમાં આકાશમાં વીજળીના કડાકા સાથે પડી રહેલો અનરાધાર વરસાદ.ઇડર મામલતદાર કચેરી ડિજાસ્ટર મેનેજમેન્ટ ના જણાવ્યા પ્રમાણે ગત રાત્રિથી અત્યાર સુધી ૩૪ mm વરસાદ નોંધાયો ટોટલ.૮૬ mm વરસાદ સમગ્ર ઇડર પંથકમાં નોંધાયો.ઇડર શહેરના રોડ રસ્તા પર પાણી ની રેલમછેલ.ઇડર પંથકમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ.ઇડર મા ગરમીથી શેકાતા લોકોમા ઠંડક થી રાહત મળી છે.
હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં વાવણી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ વરસાદ વિજયનગર તાલુકામાં ૧૪૫ મી.મી. અને પોશીના તાલુકામાં ૧૪૧ મી.મી. વરસાદ પડયો હોવાને કારણે નાની નદીઓમાં નવા નીર આવ્યા હતા જોકે આ વિસ્તારોમાં આવેલી જમીન કડક અને પથ્થર વાળી હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમ છતા કેટલાક ખેડૂતોએ આગોતર વાવેતર કરેલી કપાસના પાકને ફાયદો જરૃર થયો છે.
બે દિવસ અગાઉ વિજયનગર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળા ઉભરાતા હાથમતી અને ઈન્દ્રાસી નદીમાં પુર આવ્યુ હતુ જેના કારણે ભિલોડા તાલુકાના હાથમતી અને ઈન્દ્રાસી ડેમમાં પાણીની આવક થવા પામી છે તો બીજી તરફ હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં નહિવત વરસાદ થયો હોવાને કારણે ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરી શક્યા નથી અત્યાર સુધીમાં ઈડરમાં ૫૨, ખેડબ્રહ્મામાં ૬૬, પ્રાંતિજમાં ૦૨, અને તલોદમાં ૦૬ મી.મી. જ્યારે વડાલીમાં અત્યાર સુધીમાં ૭૯ મી.મી. વરસાદ મળી સીઝનનો કુલ વરસાદ ૫૬૦ મી.મી. પડી ચૂક્યો છે.
ખેડૂત વર્ગનું એવુ માનવુ છેકે ચારેક દિવસ અગાઉ જિલ્લામાં રોયણનો વરસાદ પડયો છે જેથી આગામી પાંચેક દિવસમાં જિલ્લાના વિવિધ સ્થળે વાવણી લાયક વરસાદ થઈ શકે છે જોકે પ્રાંતિજ અને તલોદ તાલુકામાં જે ખેડૂતોએ કપાસનું આગોતર વાવેતર કરીને છોડ તૈયાર કરી દીધા છે તેમાં નિંદામણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ઉપરાંત બોરકુવાના પાણીથી ડાંગર પકવતા ખેડૂતોએ ડાંગરના ધરૃવાળીયા તૈયાર કરીને ધરૃનો ઉછેર કરી દીધો છે.