બ્રાઝીલના ખેલાડીઓનું શરૂઆતથી જ આક્રમક પ્રદર્શન
કોસ્ટારીકા સાથેની મેચ ડ્રો થતા સ્વિટ્ઝર્લેન્ડ અંતિમ ૧૬ ટીમોમાં સામેલ થઇ
બ્રાઝીલે ફિફા વર્લ્ડકપમાં બુધવારે મોડીરાત્રે રમાયેલા ગ્રુપ-ઈના છેલ્લા મેચમાં સર્બિયાને ૨-૦થી હરાવ્યું હતું.બ્રાઝિલે ત્રણ મેચોમાંથી ૭ અંક મેળવ્યા.આ દક્ષિણ અમેરિકી દેશોના મેચ જીત્યા તેમજ એક-એક મેચ ડ્રો પણ રહ્યા હતા.બ્રાઝીલ ઉપરાંત ગ્રુપ ઈએ સ્વિટર્ઝલેન્ડ પ્રી કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
સ્પાર્ટક સ્ટેડિયમમાં થયેલા રસાકસીના મુકાબલામાં બ્રાઝીલે શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું પહેલી મિનિટથી જ બ્રાઝીલના ખેલાડીઓ આક્રમક રહ્યા હતા અને વિપક્ષી ટીમ પર દબાવ કાયમ કર્યો હતો. સર્બિયાએ પાંચ વખત વિજેતા બ્રાઝીલના અટેકનો વળતો જવાબ આપ્યો હતો અને સાતમી મિનિટે ફિલીપે કોટિન્હોએ સ્ટ્રાઈકર ગેબ્રીએલ જીસસને બોલ પાસ કર્યો હતો. મેચની ૩૪મી મીનીટે સર્બિયાએ સ્ટ્રાઈકર સ્ટીફન મિટ્રોવિકની સાઈકલ કીકથી પોતાની ટીમને ૧-૦ થી લીડ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો. બ્રાઝીલે સેક્ધડ હાફમાં વધુ સમય સુધી બોલ પર નિયંત્રણ રાખ્યો હતો. સર્બિયાના સતત આક્રમણનો જવાબ ૬૮મી મીનીટે આપ્યો હતો.