પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણ જીવનની જરૂરીયાત છે. ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધતા જનઆક્રોશ સરકારને જવાબદાર ઠેરવે છે. પરંતુ જયારે વિશ્ર્વનું આબોહુબ પણ વધતા ઘટતા ઈંધણના ભાવ માટે જવાબદાર હોય છે. ખંભાત અને ગલ્ફ સિવાયનું ઈંધણ પેટાળમાં રહેલું છે. પરંતુ વાવાઝોડા, વરસાદ અને વાતાવરણની પરિસ્થિતિને કારણે કુવામાં રહેલા તેલ તેમજ ઈંધણના તને કાઢવું મુશ્કેલ બને છે.
આ પરિસ્થિતિમાં ર્અતંત્રના ડિમાન્ડ સપ્લાયનો નિયમ લાગું પડે છે કે જયારે ઈંધણની સપ્લાય વધે છે ત્યારે ભાવ ઘટે છે અને સપ્લાય ઘટતા ભાવમાં વધારો થાય છે. હવે જયારે પ્રાકૃતિક વાતાવરણને કારણે જયારે સપ્લાયમાં મુશ્કેલીઓ થાય છે અને ભાવ વધારો થાય છે. સરકાર દેશનું નિયંત્રણ કરે છે પરંતુ કુદરતી ફેરફારો તો પ્રાકૃતિક દેન છે. ગત વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબરમાં ભારતમાં પેટ્રોલના ભાવ વધ્યા હતા. પરંતુ એટલાન્ટીકાના વાવાઝોડાથી ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ડિમાન્ડ સપ્લાયના નિયમોથી અસર દર્શાય છે.
અમેરિકા ઈંધણ ઉત્પાદનમાં પ્રમક્રમ ધરાવે છે ત્યારે રિફાઈનરીને આયાત માટેના ભાવ વધારા કર્યા વિના છૂટકો રહેતો નથી. ભારત સહિતના દરેક દેશો પેટ્રોલ-ડિઝલ માટે અમેરિકા પર આધારીત રહે છે ત્યારે વૈશ્ર્વિક બજારમાં સતત ભાવ વધારો ચાલી રહ્યો છે. ડોલર સામે રૂપિયાને ટકવું મુશ્કેલ છે ત્યારે આંતરરાષ્ટ્રીય કિંમતોને લઈને ઈંધણ મોંઘુ બને છે.