ઇન્ટરનલ કવોલેટી એસ્યોરન્સ સેલ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામીવષ ૨૦૧૯ માં નેક ના પુન: મુલ્યાંકન માટેની તૈયારી માટેનો એક ચાવીરુપ સેમીનાર કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ આર્ટ ગેલેરી ખાતે યોજાઇ ગયો.
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવન ના અઘ્યક્ષો અને વહીવટી કર્મચારીઓને આ સેમીનારમાં નેકના મુલ્યાંકનના નવા નિયમોનીવિશેષ જાણકારી આપવામાં આવેલ હતી.
સૌરાષ્ટ્ર યુનિ.ના તત્કાલીક કુલપતિ અને ડીન પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા રિવાઇઝડ એસેસમેનટ એન્ડ એકિડીટેશન ફ્રેમ વર્ક પર મુખ્ય વ્યાખ્યાન આપવામાં આવેલ હતું.
આ પ્રસંગે કુલપતિ નિલાંબરીબેન દવે જણાવેલ કે ભારતમાં ૩૧૯ યુનિ. માંથી ર૦૧ યુનિવર્સિટીઓ એ ગ્રેડ ધરાવે છે તેમાં સૌરાષ્ટ્ યુનિવર્સિટી એ આગામી ૨૦૧૯ ના પુન: મુલ્યાંકનમાં એ+ ગ્રેડ મેળવવાની તૈયારી કરવાની છે આ માટે યુનિ. ના તમામ ભવનના વડાઓ તેમજ સંલગ્ન કર્મચારીઓને અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દેવા ટકરો કરવામાં આવી છે.
આ પ્રસઁગે મુખ્ય વકતા ડો. પ્રતાપસિંહજીએ નેક મૂલ્યાંકન ની સીસ્ટમ તેમજ દરેક ભવન પ્રમાણેના મુલ્યાંકન ના વિવિધ ગુણાંકના પઘ્ધતિઓ અને નવા લાગુ પડેલ સુધારાઓ તેમજ દરેક ભવનો એ તૈયાર કરવાની સામગ્રી પોર્ટફોલીયો અને પેપર વર્કની મુદાસરની જાણકારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. ઇન્ટરલ કવોલેટી એસ્યોરન્સ સેલ સૌરાષ્ટ્ર યુનિ. ના ગીરીશભાઇ ભીમાણીએ પ્રાસંગીક પ્રવચન આપેલ અને આભાર વિધિ ઇન્ટરનલ એસ્યોરન્સ સેલ ના કોઓર્ડિનેટર આલોક ચક્રવાલે કરી હતી.