વ્યસનથી દૂર રહેવા બાળકોને અપાઈ સમજ : વ્યસની જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ
મોરબી : આજે મોરબી એસઓજી પોલીસ દ્વારા જુદી – જુદી બે શાળાઓમાં કેફી પદાર્થોથી દુરપયોગ અને ગેરકાયદે હેરાફેરી દિનની ઉજવણી કરી શાળાના બાળકોને વ્યસનથી દુર રહેવા સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદશર્ન હેઠળ મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.એસ.એન.સાટી તથા એસ.ઓ.જી.સ્ટાફ દ્વારા આજે ૨૬ જુનના દિવસે કેફી પદાર્થના દૂર ઉપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી તેમજ પ્રજા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે નાકોંટીકસ પદાર્થના દૂર ઉપયોગ અને ગેર કાયદેસર હેરાફેરી વિષય પર તેમજ આજના યુવાનો નાર્કોટીકસ ડ્રગ્સનુ સેવન કરતા હોવાથી યુવાનો અને બાળકોમાં તથા સમાજમાં આવુ દૂષણ ન ફેલાય તે માટે ડ્રગ્સ અંગે માહિતગાર કરવા જન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જે અંતર્ગત આજે તા.૨૬ ના રોજ મોરબીની નિલકંઠ વિધાલય તથા નિર્મળ સ્કૂલ ખાતે એન્ટી ડ્રગ્સ સેમીનાર નુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં કુલ ૭૭૫ વિધાર્થીઓ, વિધાર્થીનીઓએ ભાગ લીધેલ હતો જેઓને નાર્કોટીકસ ડ્રગ્સથી શરીર તથા સમાજને થતા નુકશાનથી માહિતગાર કરવામાં આવેલ તેમજ સ્કુલ સકુલ તથા અન્ય વિસ્તારમાં આવી કોઇ પ્રવૃતિ ધ્યાને આત્યેથી સ્કુલ પ્રિન્સીપાલ અથવા તો પોલીસને જાણ કરવા સમજ આપવામાં આવેલ તેમજ અન્ય વ્યસનોની પોતે તથા પોતાના પરિવારને દૂર રાખવા, વ્યસન મુકત કરાવવા સુચન કરવામાં આવેલ હતુ.