જુનાગઢને પ્લાસ્ટિક મુકત કરવા માટે મનપા દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ કામગીરી મંગળવારે શહેરના મધુરમ અને ઝાંઝરડા વિસ્તારમાં કરવામાં આવી હતી. કમિશનર (ટેકસ પ્રફુલ કનેરીયાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને વોર્ડના એસઆઈ કર્મીઓએ ઝાંઝરડા અને મધુરમ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન પાન પીસ, ઝભલા પ્લાસ્ટિક, પ્યાલી વગેરે મળી આશરે ૧૩ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ધરાવનાર ૨૫થી વધુ વેપારીઓ પાસેથી રૂ.૨૪,૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રફુલભાઈ કનેરીયાએ જણાવ્યું હતું કે, શહેરને પ્લાસ્ટિક મુકત કરવાનું મનપાનું સપનું છે અને તે માટે વેપારીઓ તેમજ જનતાનો પણ સાથ સહકાર જરી છે. દંડનીય કાર્યવાહીથી બચવા માટે વેપારીઓને અનુરોધ કરવામાં આવેલ છે કે આવા પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી મનપાના અભિયાનમાં સાથ સહકાર આપે.