લોનનો ધોધ વહાવી શ્રીલંકાનું પોર્ટ કબજે કરવા ચીનનો દાવ સફળ રહ્યો
ચાઈનીઝ ડ્રેગને અનેક દેશોના ર્અતંત્રનો ભરડો લેવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ચીન ઘણા અંશે સફળ રહ્યું છે. તાજેતરમાં શ્રીલંકાના હમ્બાનટોટાના પોર્ટનો કિસ્સો ડ્રેગનના ભરડાનું સૌથી તાજુ ઉદાહરણ છે. શ્રીલંકાને પોર્ટ વિકસાવવા ઓછા વ્યાજની મોટી લોન આપી દેવા તળે રાખી ચીને તેનું પોર્ટ પચાવી લેવાનો પ્રયાસ કર્યો છે.
ભારતની આજુબાજુના દેશોને શામ-દામ-દંડ-ભેદી પોતાની તરફ કરી દબાણ લાવવાનો પ્રયાસ વર્ષોથી ચીનનો છે. જે હેઠળ શ્રીલંકામાં ચીનને સફળતા મળી છે. ચીનની કંપનીઓએ હમ્બનટોટા પોર્ટના વિકાસ માટે અરબોની લોન આપી છે. હવે આ પોર્ટ માટે લીધેલા નાણા શ્રીલંકા ચૂકવી શકે તેમ ની. પરિણામે પોર્ટનું સંચાલન જ ચીનને સોંપી દેવું પડે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર શ્રીલંકા સરકાર ચીનના દબાણમાં આવી પોર્ટ અને વધારાની ૧૫૦૦૦ એકર જમીન ૯૯ વર્ષ માટે લીઝ ઉપર આપવા તૈયાર ઈ છે. ભારતી આ પોર્ટ માત્ર કેટલાક નોટિકલ માઈલ જ દૂર છે. પરિણામે ભારતની સુરક્ષા ઉપર આગામી સમયમાં ખતરો ઉભો ઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં શ્રીલંકામાં ચૂંટણી સમયે ચીનને પોર્ટને વિકસાવવા માટે નાણાનો ધોધ વહાવ્યો હતો. રાજપક્ષ નામની પાર્ટી સત્તા ઉપર આવે તે માટે લોબીંગ યું હતું. સત્તા ઉપર આવ્યા બાદ આ પક્ષે પોર્ટ માટે લોન માંગી હતી. જે ભરવામાં નિષ્ફળતા મળી હતી. એક રીતે પોતાના માનીતા પક્ષને સત્તા ઉપર લાવી પોર્ટને હડપવાનો ચીનનો પ્લાન સફળ નિવડયો છે.
અગાઉ ભારતે શ્રીલંકાના પોર્ટના વિકાસ માટે દરખાસ્ત મુકી હતી. જો કે ચીન તરફ શ્રીલંકાના રાજકારણીઓનો વધુ ઝુકાવ હોવાી આ દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી અને ચીન પાસેી મોટી લોન લેવાનો નિર્ણય થયો હતો. આ નિર્ણય આત્મઘાતી નિવડી રહ્યો છે.