શાપર, દેરડી કુંભાજી, જામ કંડોરણા અને જસદણમાં ભીમ અગીયારસનો જુગાર રમાતો’તો: રૂ.૨.૭૩ લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લામાં ભીમ અગીયાર નિમિતે રમાતા જુગાર અંગે પોલીસે દરોડા પાડી શાપર, દેરજી કુંભાજી, જામ કંડોરણા અને જસદણના ૪૮ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂ.૨.૭૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
શાપરમાં ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મોહિત ધી‚ કોરાટ સહિત સાત શખ્સોને રૂ.૨૨ હજારની રોકડ સાથે પી.એસ.આઇ. વાય.બી.રાણા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. જામ કંડોરણાના મેઘાવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા મનસુખ બચુ ગુજરાતી સહિત છ શખ્સોને રૂ.૧૨ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી રૂ.૪૫ હજારની કિંમતના બે બાઇક કબ્જે કર્યા છે.
ગોંડલ તાલુકાના દેરજી કુંભાજી ગામે જાહેરમાં જુગાર રમતા બચુ ઓધવજી રાતડીયા સહિત આઠ શખ્સોને રૂ.૧૪ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે. વિછીયાના ઓરી ગામે જાહેરમાં જુગાર રમતા મહેશ ગોકુલભાઇ રાઘવાણી સહિત છ શખ્સોને રૂ.૧૦ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.
જસદણના શિવરાજપુર ગામની સીમમાં વિજય ત્રાપસીયાની વાડીમાં જુગાર રમતા પરબત લાખા કાનપરીયા સહિત નવ શખ્સોને રૂ. ૫૪ હજારની રોકડ સાથે પી.એસ.આઇ. વી.આર.વાણીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. જસદણના બેલડા ગામની સીમમાં ધી‚ ભીમા તળાવીયાની વાડીમાં જુગાર રમતા ધી‚ તળાવીયા સહિત દસ શખ્સોને રૂ.૫૭ હજારની રોકડ સાથે એએસઆઇ જયંતીભાઇ ઝાપડીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.