સામાન્ય બોટ પાર્ક કરવા જેવી બાબતમાં આઠેક જેટલા શખ્સોએ પરીવાર પર ઘાતક હથિયારોથી તુટી પડયા
કોડીનાર તાલુકાના મુળ દ્વારીકા ગામે ગત તા.૨૧ના બપોરના સુમારે દરીયામાંથી માછીમારી કરી પરત આવતા સીદીક યાકુબ ઢોકી એ જેટી પર પોતાની બોટ લાંગરતા મુળ દ્વારીકાના જ સલીમ લાખા ભેંસલીયાએ જગ્યા પર પોતાનો હકક હોય બીજી જગ્યાએ બોટ લાંગરવાનું કહેતા સીદીકે બોટ પછી હટાવવાનું કહેતા આઠેક જેટલા શખ્સોએ તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કરી માથામાં કુહાડીનો ઉંડો ઘા મારી દેતા સીદીક બેભાન થઈ જતા તેને દરીયામાં ફેકી દીધેલ પરીવારના સભ્યોની સમય સુચકતાના કારણે સીદીકને બચાવી લેવાયો પણ પરીવાર વચ્ચે પડતા પરીવારના સભ્યોને પણ લમધાર્યા દરેકને ઈજા હુમલો કરનારા ગામમાં અવાર-નવાર અસામાજીક પ્રવૃતિ અને દાદાગીરી આચરતા હોવાનું પરીવારનું રટણ.
આ અંગે વધુ વિગત અનુસાર ગત તા.૨૧ના બપોરના સુમારે માછીમારીનો ધંધો કરતા સીદીક યાકુબ ઢોકી (ઉ.વ.૨૮) રહે.મુળ દ્વારીકાવાળો માછીમારી કરી પરત ફરતી વખતે જેટી પર પોતાની બોટ લાંગરતા મુળ દ્વારીકાના જ સલીમ લાખા ભેસલીયાએ જગ્યા પોતાની હોય અન્ય જગ્યાએ બોટ લાંગરવાનું જણાવતા સીદીકે બાદમાં બોટ અલગ જગ્યાએ લાંગરવાનું કહેતા સલીમ લાખા ભેસલીયા, આમદ લાખા ભેસલીયા, કાસમ લાખા ભેસલીયા, જાવીદબાપુ સહિત આઠેક જેટલા શખ્સોએ કુહાડી, તલવાર, બેઝબોલના ધોકા જેવા ઘાતક હથિયારોથી ઉશ્કેરાઈ જઈ હુમલો કરતા ત્યાં હાજર સીદીકની માતા અમુબેન અને બનેવી વચ્ચે પડતા તેમના પર પણ આ ટોળાએ હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા સીદીક બેભાન અવસ્થામાં આવી જતા તેને પણ જેટી પર દરીયામાં નાખી દીધો હતો. પરીવારે સમય સુચકતા વાપરી ત્યાંથી કાઢી તાત્કાલિક ૧૦૮ મારફતે કોડીનાર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
ડોકટરોએ વધુ સારવાર માટે ૧૦૮ માફરતે જ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં ગઈકાલે સીદીક ઢોકી ભાનમાં આવતા જુનાગઢ પોલીસે તેમનું નિવેદન લઈ આગળની કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળી રહ્યું છે. વચ્ચે પડેલા પરીવારના અન્ય સભ્યોને પણ ઈજા થવા પામી હતી. પોલીસ અને ડોકટરોના જણાવ્યા અનુસાર હજુ પણ સીદીકની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું. હુમલો કરનારા અસામાજીક તત્વો હોવાનું અને ગામમાં અવાર-નવાર અસામાજીક પ્રવૃતિ આચરતા હોવાનું રટણ કર્યા રાખ્યું હતું.