ચુડા તાલુકાના ચોકડી ગામે ફરિયાદી બાબુભાઈ બિજલભાઈ આલ જાતે રબારી રહે. ચોકડી તા. ચુડા ઉપર ભાણેજડા ગામના આરોપી પ્રવીણભાઈ શંતુભાઈ માંજરિયા કાઠી દરબાર અવાર નવાર પોતાના ઘર પાસેથી ફૂલ સ્પીડ માં વાહન ચાલવી નીકળતો હોય, ઠપકો આપતા, તેની દાઝ રાખી, આરોપી એ પોતાની અલ્ટો કાર ફરિયાદી ઉપર પાછળ થી ચડાવી દઈ, મારી નાખવાની કોશિશ કરેલ, જેમાં ફરિયાદી બાબુભાઈ બિજલભાઇ રબારીને પગમાં ફ્રેકચર ઇજા થયેલ હતી. આ બાબતે ફરિયાદી બાબુભાઈ બીજલભાઈ આલ એ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશ નો ગુન્હો નોંધાવેલ હતો. જેની તપાસ ચુડા પીએસઆઇ મયુરસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી….
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હાની તપાસ ઉંડાણપૂર્વક કરવા તથા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ હતી….