કુંકાવાવમાં તા.૨૨ વર્ષ ૨૦૧૫ના સમયમાં આવેલ કુદરતી પુરપ્રલય યાદ આવતા માણસો કાપી ઉઠે છે. તા.૨૪/૬/૧૫ના સવારના ડેમ તુટતા ભયાનક તારાજી સર્જાય હતી. ઉપરથી આભમાંથી પણ ૨૨ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. જેમાં લાખો કરોડો રૂપિયાના લોકોને નુકસાન થયા હતા. કુદરતના કહેર સામે માણસ કંઈ કરી ન શકે. ગામના કાચા મકાન લગભગ તણાય જવા પામ્યા તો અમુક પાકા મકાનો પણ પાણીનો માર જીલી ન શકયા તેમાં પણ પાણીએ રસ્તો બનાવ્યો. જીવન જરૂરીયાતની વસ્તુ ઘરમાં હોવા છતાં પણ ન હતી. ૨ ફુટથી લઈને પાંચ-છ ફુટ જેવું પાણી લોકોના ઘરમાંઘુસી ગયું હતું જેથી જે વસ્તુ ઘરમાં હતી તેમાં કાદવ કિચડ ભરાયા હતા.
એક બીજાને આવી ક્ષણોમાં મદદ કરવાની ભાવના હોવા છતાં મદદ કઈ રીતે પહોંચાડવી તે મોટો પ્રશ્ર્ન હતો. માણસને બચવા સિવાય તેની સામે કોઈ રસ્તો જણાતો ન હતો. ભયંકર પુર પ્રલયમાં વિજ થાંભલાઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા પડી ગયા હતા. જેના હિસાબે ત્રણ દિવસ સુધી લાઈટબંધ રહેવા પામી હતી. મોબાઈલ ટાવરો પણ બંધ થતા હાલત વધુ કફોડી બની કારણકે એકબીજાના ખબર અંતર પુછવાનું સદંતર બંધ થયેલ રોડ-રસ્તાને પણ પાણીયે ઝાપટે લેતા વાહન વ્યવહાર પણ બંધ થયેલ રેલવે સહિતના ટ્રેકને ભારે નુકસાન થયેલ હતું. બીજીબાજુ વરસાદે સાંજના વિરામ લેતા પાણીથી કાદવથી ભરેલ ઘર કઈ રીતે સાફ કરવું તેની ખબર પણ ગૃહિણીઓને પડતી ન હતી. વપરાશનું પાણી હતું પરંતુ પીવાલાયક પાણી બહુ ઓછુ મળતુ હતું જયા જુઓ ત્યાં કિચડ જ હતો.
આવા સંજોગોમાં બીજા દિવસે એનડીઆરએફની ટીમો દ્વારા પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ જેમ જેમ સમાચાર મળતા ગયા તેમ તેમ લોકોને સહાયક કરવા લોકો પહોંચવા લાગ્યા હતા. લોકોને સહાય કરવા સંસ્થાઓ દ્વારા પણ પોતાના વાહનો સાથે લોકોની મદદ કરી નાસ્તો, દુધ, છાશ, ખીચડી, કરિયાણુ, પીવાનું પાણી ગોદડા, બીડી, માવા સહિતની સહાય સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી હતી.
અમરેલી જાવ ત્યાંની ઓફિસેથી કહેતા કુંકાવાવ જાવ હજુ ત્રણ વર્ષ વિતવા છતાં જરૂરીયાતમંદ કે જે હકિકતમાં ગરીબ છે. એવા લોકો સરકારી સહાયની આશાહારી ચુકયા છે તો ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પણ મકાન ઉપર ઢાંકવાના પતરા આપવાના હતા તેની માંગણી કરેલ પણ હતી પરંતુ મામલતદાર, ટીડીઓ, ડીડીઓની મીલીભગતથી આજદિન સુધી પતરા ગરીબ સુધી પહોંચ્યા જ નથી તો હવે લોકોને પ્રશ્ર્ન થાય છે કે આપણા પતરા કયા ઉડી ગયા હશે ? કે હજી મળતા જ નથી.