50 વર્ષની પરંપરા અનુસાર દર વર્ષ જેઠ સુદ છઠ્ઠ ના રોજ ગાગા ગુરગઢ બેઠકજી ખાતે આંબા ઉત્સવ ની વિશિષ્ટ ઉજવણી થાય છે અને મોટી સાંખ્યામાં વૈષ્ણવો અહી મહાવૈષ્ણવ સંપ્રદાય માં બેઠકજી નું ખુબ મહત્વ હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લા ની ગાગા ગુરગઢ ગામ ખાતે આવેલ ગુશાઈજી ની બેઠકજી ખાતે દર વર્ષે આંબા ઉત્સવ ઉજવાય છે. જેમાં વૈષ્ણવો ભગવાન ને કેરી ધરાવવા દૂર દૂર થી આવે છે ને ગુશાઇજી ને આંબા નો મનોરથ ધરવામાં આવે છે. ભગવાન ને આંબા નો અન્નકોટ ધરાવાય છે. પછી મહા પ્રસાદ લઈ વૈષ્ણવો આંબા પ્રસાદરૂપે આરોગે છે.
ગાગા ગુર્ગઢ જેવા નાનકડા ગામ માં ગુજરાત ભરના વૈષ્ણવો આવે છે. ૫૦૦ વર્ષ જૂની આ બેઠકજી માં નાગજી ભક્તના હાથે ગુસાઇજી એ આંબા આરોગ્યા હોય ત્યારથી ભગવાન અહી આવ્યા હોય અને આંબા આરોગ્યા ની ઘટના બની હોય તે સમય થી અહી અાંબા ઉત્સવ ઉજવાય છે. વિશાળ સંખ્યામાં વૈષ્ણવો આવે છે. અને જારીજી ભરી બેઠકજી ખાતે મહાપ્રશાદ તથા નવી હવેલી ના કાલિંદી વહુજી દ્વારા પ્રવચન માં હકડેઠ વૈષ્ણવો ઉમટી પડે છે. જંગલ માં મંગલ સમો આં ઉત્સવ ઉજવવા ભાવિકો અહી પધારે છે.અને અન્નકૂટ દર્શન માટે ભારે ધક્કામુકી છતાં દર્શન કર્યા નો સંતોષ મેળવે છે.