સંતો-મહંતોની હાજરીમાં શોભાયાત્રાનું પ્રસન કરાવાશે: મહાપ્રસાદનું પણ આયોજન
સૌરાષ્ટ્રમાં ગરવા ગીરનારની ગોદમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના યેલ મહાન સંતશિરોમણી વેલના બાપુની જયંતિ ચૈત્ર સુદ પૂનમ તા.૧૧/૦૪/૨૦૧૭ મંગળવારના રોજ રાજકોટ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા ફેરવીને રાજકોટ શહેરના વિસ્તારોમાં ફેરવીને દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. રાજકોટ કિશાનપરા ચોકી સવારના ૮:૦૦ વાગ્યે પ્રસન કરીને પોલીસ કમિશ્નર ઓફીસ, બહુમાળી ભવન, ધરમ ટોકીઝ, ચૌધરી હાઈસ્કુલ, સિવીલ હોસ્પિટલ ચોક, કેસરી હિન્દ પુલ, પારેવડી ચોક, બેડીપરા, પાંજરાપોળ ઈને ભાવનગર રોડ ઉપર આવેલ કોર્પોરેશન ઓફીસ સામેના મેદાન પ્લોટમાં સંમેલનમાં ફેરવાઈને વેલના બાપુનો પ્રસાદ લઈને બપોરે ૨:૦૦ વાગ્યે પૂર્ણ કરવામાં આવશે.
સંત વેલના બાપુની શોભાયાત્રાને પ્રસન કરાવવા માટે અલીયાબાડા નકલંગ રણુંજાના મહંત રામદાસ બાપુ, વેલાવડ જૂનાગઢ વેલના જગ્યાના મહંત મંગલના બાપુ, ખડખડ ચેતન સમાધી વેલના મંદિરના મહંત સાઈરના બાપુ, તરણેતર માંધાતા મંદિર મહંત, જૂના અખાડા હસનપર જગ્યાના મહંત વાલજી ભગત તા અન્ય સંતો મહંતોની હાજરીમાં શોભાયાત્રાને પ્રસન કરવામાં આવશે.
તા.૧૧/૦૪/૨૦૧૭ મંગળવારના રોજ રાજકોટ શહેરમાં નીકળનારી શોભાયાત્રાનું અનેક સંસઓ દ્વારા સન્માન કરવામાં આવશે, વેલના બાપુની શોભાયાત્રામાં મુખ્ય ફલેટ સંત વેલના બાપુનો ફલોટ તા અન્ય ફલોટ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
સંત વેલના બાપુની જયંતિ ઉત્સવમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલના જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ દિપકભાઈ બાબરીયા, મહામંત્રી દેવાંગભાઈ કુકાવા, ખજાનચી સુભાષભાઈ અધોલા, ઈન્ચાર્જ ભરતભાઈ ડાભી તા વિજયભાઈ મેાણીયા, ઉપપ્રમુખ નટુભાઈ કુંવરીયા, જય વેલના સમૂહ લગ્ન સમિતિ, જય વેલના યુવક મંડળ, મહિલા મંડળ તા સમાજના અનેક આગેવાનો આ મહોત્સવને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી રહ્યાં છે.