ગજજર સ્પોર્ટસ કલમ દ્વારા આયોજીત હર્ષદભાઇ ખંભાયતા સ્મૃતિ કપમાં ૩૫ ટીમો વચ્ચે જંગ
ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમતગમતના માઘ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાય એ હેતુથી છેલ્લા ર૧ વર્ષથી ગજજર સ્પોર્ટસ કલબ દ્વારા યોજાતી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો આજથી ભવ્ય પ્રારંભ થાશે. તા.૮ થી ૧પ એપ્રિલ સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રસીયાઓનો મેળાવડો જામશે.આ ટુર્નામેન્ટમાં રાજકોટના નામાંકિત ઉઘોગપતિઓ રાજકીય મહાનુભાવો સરકારી અમલદારો જ્ઞાતિજનો ક્રિકેટ રમવાનો તથા જોવાનો લ્હાવો લેશે.આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બેસ્ટમેન બેસ્ટ વિકેટ કિપરને ટ્રોફી તેમજ પ્રોન્સાહક ઇનામો અને રોકડ ઇનામો આપવામાં આવશે. રોજના ૪ મેચો રમાડાશે. જેમાં રાજકોટ, અમદાવાદ, મુંબઇ, જામનગર, મોરબી, વાંકાનેર, જુનાગઢ, ગોંડલ કચ્છ ભુજ આદીપુર બરોડા ભાવનગર પાલનપુરની ટીમો ભાગ લેશે.ક્રિકેટ મેચ સાથે અન્ય આકર્ષણોમાં તાલાલા ગીરના હબસી કલાકારોના ડાન્સ, જાણીતા ક્રિકેટરોના ડુપ્લીકેટ, ડ્રીંકસ માટે લાઇટીંગ કાર, મહેમાનો માટે વીઆઇપી બેઠક વ્યવસ્થા, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા, કોમેન્ટ્રી બોકસ, એલઇડી લાઇટીંગવાળા સ્ટમ્પ, અનુભવી અમ્પાયરો, સ્કોરરો તથા ગ્રાઉન્ડમેનો, ખેલાડીઓ માટે અલગ પેવેલીયન, આઠ લાઇટીંગ ટાવરો, લાઇવ કોમેન્ટ્રીજેવા અનેક આકર્ષણો
રંગત જમાવશે. સુતાર જ્ઞાતિના બહેનોની બે ટીમ વચ્ચે ફેન્ડલી મેચ રમાડાશે. તેમજ ૧૪ વર્ષથી નીચેની ઉમરના બાળકો માટે પણ ફ્રેન્ડલી મેચ રમાડાશે. આ ટુર્નામેન્ટ રાજકોટનાં અનીલ એન્જીનીયરીગ વર્કસ વાળા સ્વ. હર્ષદભાઇ ખંભાયતાની સ્મૃતિમાં રમાડવામાં આવશ. રોજ રાત્રે સહપરીવાર ઉમંગભેર ભાગ લઇને રમતવીરોને પ્રોત્સાહીક કરવા ગજજર સ્પોર્ટસ કલબ વતી યોગીનભાઇ છનીયારાની આગેવાનો હેઠળ આયોજક સમીતીના પ્રજેશભાઇ છનીયારા, વૈભવભાઇ તલસાણીયા, કલ્પેશભાઇ સંચાણીયા, તેમજ કારોબારી સમીતીના જયંતિભાઇ તલસાણીયા, વિનયભાઇ તલસાણીયા, ઉમેશભાઇ તલસાણીયા, રાકેશભાઇ પંચાસરા, અનીલભાઇ ધ્રાંગધરીયા, પરીમલભાઇ તલસાણીયા, નીલેશભાઇ ગોવિંદીયા, હીરેનભાઇ ભાડેશીયા, રિતેષભાઇ ધ્રાંગધરીયા દીપકભાઇ પીલોજપરા, વીનીતભાઇ છનીયારાએ આમંત્રણ પાઠવેલ છે.