જેટ પ્રિમીયમ કાર્ડ ધારકોને ૧પ કિલો સુધીના બે બેગ લાવવાની છુટ
ફુલ સર્વિસ કરીયર જેટ એરવેસે શુક્રવારે મુસાફરોના સામાન લઇ જવાના નિયમો કડક કરતા જાહેર કર્યુ હતું કે ૧પમી જુલાઇથી જેટ પેસેન્જર ૧પ કિલો કે તેથી ઓછા વજન ધરાવતું એક જ બેગ ચેક ઇન સમયે લઇ જશે, ત્યારે પ્રિમિયમ કલાસના મુસાફરોને બે બેગ લઇ છુટ અપાશે. જેટ એરલાઇન્સ ચેક ઇન બેગ પર નિયંત્રણ નિયમો બનાવતી પ્રથમ એર લાઇન્સ કંપની બની છે.
જેટ પ્લેટીનીયમ કાર્ડ મેમ્બર્સ ૩૦ કિલો જેટલા વજનની બેગ લઇ શકશે. પ્રમાણસર વેચાણ માટે એરવેસ બેગેજ કોન્સેપ્ટમાં ફેરફારો કરી રહ્યું છે.
તમામ ટ્રાવેલ એજન્ટોને પણ સુચના અપાઇ છે. જુન ૧પ થી ભારતભરની ફલાઇટોમાં એક જ બેગ લઇ જઇ શકાશે. જો કે જુન ૧૫ પહેલાની ટીકીટ બુક કરાવનારો પર આ નિયમો લાગુ પડશે નહીં. જેટના ઓફીસરે જણાવ્યું હતું કે બેગની ફ્રી ચેક ઇન પ્રક્રિયામાં કોઇપણ ફેરફારો કરાયા નથી ફકત પેકેજીઁગના ફોર્મેટમાં જ ફેરફારો કરવામાં આવશે.
જો કે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પર સામાન લઇ જવાની પ્રક્રિયા નિર્ધારીત હોય જ છે ત્યારે જેટ એરલાઇન્સે ડોમેન્ટીક ફલાઇટોમાં પણ આ પઘ્ધતિ અપનાવી છે.
જે લોકો આ નિયમને નહી અનુસરે તેના માટેની નીતીઓ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ૧પ કિલોથી વધુ સામાન લઇ જવા પર ચાર્જ લાગશે. લગેજનું નિયંત્રણ થતા એરક્રાફટમાં ટર્નઓવર પણ ઘટી જશે અને ફલાઇટઝડપી ટેક ઓફ થઇ શકશે. એક જેટ બોઇંગમાં ૧૫૬ ઇકોનોમી અને ૧ર પ્રીમીયમ શીટો હોય છે.