મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ પાવન પ્રસંગે મધુરમ કલબ તા મહાવીર સેવા ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિ સંગીતનું બેનમુન આયોજન: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતીમાં કાઠિયાવાડી ક્રિકેટના ગૌરવ નિરંજન શાહનું અદકે‚ સન્માન
મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન પ્રસંગે મધુરમ કલબ તા મહાવીર સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આવતીકાલે બાલભવનમાં ભક્તિ સંગીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે કાઠિયાવાડી ક્રિકેટના ગૌરવ સમા નિરંજન શાહનું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંગીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની વિશેષ ઉપસ્તિ રહેશે. મિલન કોઠારી તા ૨૦-૨૦ ટીમના બેનમુન આયોજનને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે ત્યારે જૈન સમાજના અગ્રણીઓ કાર્યક્રમની મુકત કંઠે પ્રસંશા કરી રહ્યાં છે.
કાર્યક્રમમાં મહાવીરનગરી ભાલભવન ખાતે ઉપસ્તિ લોકો માટે સુંદર બેઠક એરેન્જમેન્ટ કરવામાં આવેલ છે. સમગ્ર ગ્રાઉન્ડમાં ગ્રીન ફલોરીંગ, રેડ કાર્પેટ, તા બે એલઈડી સ્ક્રીન દ્વારા કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. અદ્ભૂત સેટ ઉભો કરવાની જવાબદારી કિશોર સચદેની છે જયારે રાસોત્સવના કાર્યક્રમમાં મૃંદગવૃંદ જમાવટ કરશે. આ કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ડો.મેહુલ દવે રહેશે. જાણીતા સિધ્ધી વિનાયક મંડપ સર્વિસવાળા સુરેશભાઈ રાચ્છની જવાબદારીમાં સુંદર એરેન્જમેન્ટમાં આકાર પામી રહ્યું છે અને દોશી ઈલેકટ્રોનિકસ જુગલભાઈ દોશી દ્વારા સુંદર ગ્રાઉન્ડ લાઈટીંગ વ્યવસ ગોઠવવામાં આવી રહી છે. રાજકોટના પ્રસિધ્ધ સુર સાઉન્ડવાળા જનકભાઈ દવે દ્વારા સાઉન્ડ સીસ્ટમની ગોઠવણ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ લોકોના મન મોહી લેશે. કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ, વોટ્સેપ, ઈમેલ, ફેસબુક, ઈલેકટ્રીક અને પ્રિન્ટ મીડીયા સમગ્ર રાજકોટમાં કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટે હોર્ડીંગ્સ લગાડીને પણ જૈન સમાજને આમંત્રીત કરાયા છે અને વિઝન ૨૦-૨૦ની બહેનો દ્વારા ચારેય ફિરકાના પ્રમુખો અને જૈન સમાજના દાતા પરિવાર, જૈન વકિલ,ડોકટર, ઉદ્યોગપતિ, જૈન સહકારી આગેવાનો બહેનોએ ‚બ‚ જઈ કંકુ તિલક અને ચોખા ઓરાવણા લઈ કાર્યક્રમમાં સવિશેષ હાજરી આપવા અનુરોધ કરાયો છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ વિઝન ૨૦-૨૦ દ્વારા મિલન કોઠારી, સી.એમ.શેઠ, પ્રફુલાબેન મહેતા, યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, અ‚ણાબેન મણીયાર, બીનાબેન વાઘર, સુલોચનાબેન ગાંધી, નીરાલી પારેખ, સેજલબેન અવલાણી, ખુશ્બુ ભરવાડા, મિતલ વોરા, નીશા દોશી, સંગીતા કોઠારી, પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, શીતલબેન મહેતા, પ્રગતિબેન શેઠ, રાશી સંઘવી, રેખાબેન શાહ, જાગૃતિબેન વોરા, રત્નાબેન કોઠારી, ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, રાજેશ સંઘવી, જેનીશ અજમેરા, અખીલ શાહ, અતુલ સંઘવી, તુષાર ધૃવ, મુનાલ અવલાણી, જય કામદાર, નૈમિષ પુનાતર, રજત સંઘવી, વિશેષ કામદાર, ‚ષભ શેઠ, રાજેશ વિરાણી, તુષાર ધ્રુવ, વિપુલ મહેતા, કૃનાલ મહેતા, અતુલ શાહ, મનિષ દોશી, હિમાશું ખજુરીયા, ચંદ્રેશ કોઠારી, સચિન વોરા, ભાવેશ પારેખ, જતીન સંઘાણી, કેતન વખારીયા, હિમાંશુ પારેખ, મિલન મહેતા, જયદત સંઘાણી, નેવિધ પારેખ, હર્ષિલ શાહ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.