હવે ઝુમ બનશે સુરક્ષિત !!!

૩૦ મેથી ઝુમ નવા રૂરૂપ સાથે મળશે જોવા: પ્રાયવસીને અપાયું પ્રાધાન્ય

ચાઈનીઝ એપ્લીકેશન ઝુમ સુરક્ષાનાં અભાવે સરકાર દ્વારા તેનો ઉપયોગ ન કરવા તાકિદ કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ પ્રાયવસીનાં પ્રશ્ર્નો અને ડેટા લીક થવાને લઈ ઘણીખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ આગામી ૩૦ મે એટલે કે આવતીકાલથી ઝુમ એપ્લીકેશન નવા રૂપ સાથે જોવા મળશે જેમાં પ્રાયવસીને અનેકવિધ રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન ઝુમ એપ્લીકેશને ખુબજ વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે પરંતુ પ્રાયવસીનાં અભાવે તે હજુ સુધી તેનો જે સ્વીકાર થવો જોઈએ તે થઈ શકયો નથી. ઝુમ એપ્લીકેશન હવે તેના વર્ઝન ઝુમ-૫.૦ મારફતે લોકો વચ્ચે આવશે અને તેનો લાભ ઝુમ એપ્લીકેશનનાં વપરાશકર્તાઓને મળશે. આ નીચે મુજબનાં સુધારાઓ ઝુમ એપ્લીકેશન દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

– ઝુમ તેનું નવું વર્ઝન ૫.૦ મારફતે ૩૦ મેથી લોકોની સેવામાં આવશે જેમાં ઝુમનો ઉપયોગકર્તા લોકોએ ૫.૦ વર્ઝનને ડાઉનલોડ કરવાનું રહેશે.

– ઝુમનું નવું વર્ઝન અત્યંત સુરક્ષિત હોવાનું આવ્યું સામે જેમાં ઝુમ રૂમ કંટ્રોલર અને ઝુમ રૂમને જોડી દેવામાં આવશે.

– મીનીમમ પાસવર્ડની સ્ટ્રેન્થ સાથે ઝુમ તેના પાસવર્ડને વધુ સુરક્ષિત બનાવશે. સાથોસાથ વેબીનાર અને કલાઉડ રેકોર્ડિંગમાં પણ અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થશે.

– ઝુમનાં વપરાશકર્તા ફેક યુઝરોની પણ ઓળખ ત્વરીત કરવામાં આવશે જેથી ઝુમ એપ્લીકેશનનો કોઈ ગેરલાભ ન લઈ શકે.

– ઝુમની ઓફિશિયલ વેબસાઈટ ઉપર રીપોર્ટ અ યુઝર નામનો નવો ઓપ્શન આપવામાં આવશે જે હવે તેના ડેસ્ક બોર્ડ ઉપર ડિફોલ્ટ ઓપ્શન તરીકે પણ આપવામાં આવશે.

– મીટીંગ દરમિયાન મીટીંગ સાથે જોડાયેલા લોકો ખુબ જ સુરક્ષાપૂર્વક ઝુમ મીટીંગમાંથી બાકાત થઈ શકશે જેથી તેમનો ડેટા કોઈપણ પ્રકારે લીક ન થાય તે અંગેની તકેદારી પણ રાખવામાં આવશે.

– ઝુમ એપ્લીકેશનનાં વપરાશકર્તા તેમનાં પ્રોફાઈલ પીકચર પર નિયંત્રણ રાખી શકશે.

– જે વ્યકિત ઝુમ મીટીંગમાંથી બહાર નિકળવા માંગતો હોય તો તેને હોસ્ટ કરનાર વ્યકિતની પરવાનગી પણ લેવી પડશે.

– ઝુમમાં સિકયોરીટી આઈકન આપવામાં આવવાથી મીટીંગ હોસ્ટ કરનાર વ્યકિત મીટીંગને લોક અથવા અનલોક કરી શકશે. વેઈટીંગ રૂમને ઈનેબલ અને ડિસેબલ પણ કરી શકશે.

આ તમામ નવા રંગ રૂપ સાથે ઝુમ એપ્લીકેશન લોકોને સુરક્ષિત કરવા માટે કાર્યરત થાય તેવું પણ માનવામાં આવે છે.

Loading...