Abtak Media Google News

કેન્દ્ર સરકારે લોકડાઉન-૩ માં દારૂની દુકાન ખોલવાની મંજુરી આપતા મુરજાઈ ગયેલા દારૂ શોખીનોના ‘જીવમાં જીવ’આવ્યો !!!

દારૂના દુષણના આજીવન વિરોધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં આઝાદી સમયથી દારૂ બંધી છે. પરંતુ, છેલ્લા થોડા દાયકાઓથી રાજયના ‘મલાઇદાર’ લોકોમાં આરોગ્યના નામ પર દારૂ પીવાનું લાયસન્સ મેળવવાનું આકર્ષણ વધવા પામ્યું છે. સરકારી વાઇન શોપમાં લાયસન્સ પર નિયમ માત્રામાં માળતો વિદેશી દારૂ મેળવીને જેનો માત્ર દેખાડતા પુરતી રાખીને આવા લોકો બ્લેકમાં મળતો વિદેશી દારૂ ખરીદીને દરરોજ ઝુમ બરાબર ઝુમ કરતા રહે છે. લોકડાઉનમાં સરકારી વાઇન શોપ  ફરજિયાત બંધ કરાતા અને રાજયમાં બ્લેકમાં દારૂને વેંચતા બુટલેગરોએ તંગીના ભારે ભાવ વધારો કરી નાખતા આવા દારૂ શોખીનોની હાલત પતલી થઇ જવા પામી હતી. લોકડાઉન-૩ માં વાઇન શોપને ખોલવાનો સરકારે નિર્ણય કર્યો છે પરંતુ, રાજયોની સરહદો હજુ સીલ હોય બીજા રાજયોમાંથી બ્લકમા આવતોં વિદેશી દારૂ આવવાની સંભાવના ઓછી  છે જેથી આ દારૂ પ્યાસીઓ માટે બહુ હરખધા જેવું નથી.

ભારતની ૧૩૦ કરોડની જનતાએ છેલ્લા ત્રણ દાયકાઓથી કયોરય અનુભવ્યો ન હતો તેવા લોકડાઉન અને ઘરમાં રહેવાના અનુભવ કોરોનાના કારણે પ્રથમવાર અનુભવ્યો હશે. આ લોકડાઉનમાં દારૂના બંધાણીઓને પણ વાઇન શોપ બંધ રહેવાથી માલ વગર ભીંસ પડી ગઇ હતી. પરંતુ હવે પ્યાસીઓને માલ માટે તક મળવાની છે. ટુંક સમયમાં જ લોકડાઉનમાં થયેલી છુટછાટના પગલે દારુની દુકાનો ખુલવા જઇ રહી છે. લોકડાઉનમાં  મે સુધી આ પ્રતિબંધોની અસરના કારણે શરાબની કંપનીઓ પણ બંધ થઇ ગઇ હતી. શરાબના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં જ મોલ અને બજારો સિવાયની મોટા ભાગની દુકાનો ખોલવા દેવામાં આવશે. રાજય સરકારે સલામતિના પરિણામો અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો સાથે દારૂ વેચવાની છુટ આપી છે. શરાબની કંપનીઓએ ઉતરપ્રદેશ, આસામ અને કર્ણાટકમાં ઉત્પાદન શરુ કર્યુ છે અને હવે વિસ્કી, રમ, વોડકા, જીન, અને બિયર જેવા અલગ અલગ પ્રકારના શરાબનું વેચાણ શરુ થશે. પરંતુ સલામતી અને આરોગ્યની જાળવણી અંગેના નિયમો પાડવવાના રહેશે. તેમ ઇન્ટરનેશનલ સ્પ્રીટ એન્ડ વાઇન એસોશિએશન ઓફ ઇન્ડીયા ઇસ્વાયએ જણાવ્યું હતું.

શરાબ બનાવતી કંપનીઓ જેવી કે ડાઇજીઓ, પેડનોર્ક રિગાડો, એલાઇડબ્રેલેન્ડર એન્ડ ડીસ્ટીલર, બ્રોન ફોરમેલ, ડિકોર્ડ મોહનમિકીન, અને રેડીકો ખૈતાન જેવી કંપનીઓ પોતાના ધંધા શરુ કરવાની તૈયારી કરી રહી છે. ઇસ્વાયના ચેરમેન કિરણસિંગે જણાવ્યું હતું કે આ કંપની સરકારને અઢી લાખ કરોડ રૂા વાર્ષિક કમાણી કરાવે છેેે ૭૦૦ કરોડ રૂપિયાનું એક દિવસનું ટર્ન અવર ધરાવતું આ ક્ષેત્ર સરકારનો કમાઉ દિકરો છે. રાજય સરકારોએ કેન્દ પર પુષ્કળ મેહસુલી આવકરળી આપતી દારૂની દુકાનોને મંજુરી આપવા દબાણ કર્યુ છે. જો કે, પ્રારંભમાં કેન્દ્ર સરકારે આ માંગણી ફગાવી હતી પરંતુ પાછળથી છુટછાટ આપવાનું નકકી કર્યુ છે.

અમરિત કિરણસિંગથે જણાવ્યું હતું કે ઇસ્માયએ માર્ગદર્શિકા તૈયાર રહી છે જેમાં શું કરવું અને શું ન કરવું શરાબના વેપારીઓ અને ખરીદારો માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. માસ્ક, સેનીટાઇઝર, ગ્લોઝ અને ટ્રેનો ઉપયોગી કરી પૈસા અને બોટલોની લેવડ દેવડ માટે સંક્રમણ ન થાય તેવી વ્યવસ્થા  બાર અને શરાબની દુકાનોમાં ભીડ ન થાય તેની ચીવટ રાખવાની રહેશે.

શરાબ બનાવતી કંપનીઓના એસો. ના મહા નિર્દેશક વિનોદગીરીએ જણાવ્યું હતું કે મોટાભાગના કારખાનાઓ શરુ થઇ જાય તેવી આશા છે મોટાભાગે ઉઘોગ ગરોમાં આવેલા કારખાનાઓ પ્રતિબંધના કારણે બંધ છે. જો કે, હવે મહારાષ્ટ્ર, યુ.પી. , આંધ્રપ્રવેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજયમાં પ્રતિબંધો હળવા કરવાને કારણે શરાબના કારખાનાઓ ધમધમતા થશે. પરંતુ લોકડાઉન દારૂનું આ વેચાણ કડક નિયમો અને શરતોને આધીન કરવાનું રહેશે. રરમી માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના કારણે દેશભરની શરાબની દુકાનોને તાળા લાગી જતાં

ઉત્પાદકોની હાલત ખરાબ થઇ ગઇ હતી. હજારો લોકોને પોતાની ટેવના કારણે રોજનું છાંટા પાણી બંધ થઇ જતાં શરીરની નાડો તુટતી હતી.

બજારમાં ઉભી થયેલી માલની ખેંચથી કાળા બજારમાં પણ બાટલીઓ ન મળતા દારૂડિયાઓ શરાબના વિકલ્પના રુપે ઉઘસરની વધુ આલ્ડોહોલ પ્રમાણ ધરાવતી દવાઓ વ્યાપાક પણ વપરાતી હતી કેટલાક લોકો સ્પીરીટથી કામ ચલાવતા હતા. અને પોતાની લત સંતોષતા હતા. ત્યારે સરકારે લોકડાઉનમાં હળવાશ કરી શરાબની ફેકટરીનો અને દુકાનો શરૂ કરવાની પરવાનગી ની હિલચાલ શરૂ કરતાની સાથે જ મુરજાઇ ગયેલા રીંગણા જેવું ઢીલુ મોઢુ કરીને ફરતા દારૂ શોખીનોના મોઢે રોશની દેખાવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.