શરીરના કોષના સંચાલન માટે ઝીંક અને કોપર અગત્યના: લુસીયા બંસી

64

સૌરાષ્ટ્ર અને આત્મીય યુનિવર્સિટીના સહયોગથી ૨૬મી એનએમઆર આંતરરાષ્ટ્રીય

કોન્ફરન્સ: રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તજજ્ઞોએ સંશોધનો અંગે માહિતી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર ભવન તથા આત્મીય યુનિવર્સિટીના સહયોગથી ૨૬ મી એન. એમ. આર. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના બીજા દિવસે અનેક મહાનુભાવોએ પોતાના સંશોધન રજુ કરેલ હતા સમગ્ર ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિવિધ દેશોના વૈજ્ઞાનિકોએ અલગ અલગ વિષય પર પોતાના વિચારો રજુ કરેલ આઈ.આઈ.ટી બેંગલોર, આઈ.એ સ.ઇ.આ ર. મોહાલી, CBMRT.  લખનઉ, IIT . Mumbai, ઉપરાંત યુ ટ્રેચ. યુનિવર્સિટી નેધરલેન્ડ, ફ્લોરેન્સ યુનિવર્સિટી જર્મની, ટેક ની સ. યુનિવર્સિટી જર્મની, લન્ડન યુનિવર્સિટી ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓએ પોતાના વ્યાખ્યાનો રજુ કરેલ હતા.

વૈજ્ઞાનિક ફ્લેમિંગ હેનસ ન દ્વારા કેન્સર બાયોલોજીના નિરાકરણ માટે ઉત્સેચક હિસ્ટન ડાઇસ્ટેલાઇઝ જરૂરી છે તેમ જણાવેલ. યુનિવર્સિટી ફલોરેન્સના બાયોકેમેસ્ટ્રીના નિષ્ણાંત લુસિયા બંસીએ નવી દવાના શોધ માટે થઈ રહેલા સંશોધનોની ચર્ચા કરેલ માનવ શરીરમાં આંતરિક સ્તરે કોપરની કાર્યપધ્ધતિ અંગે થયેલા નવા સંશોધનોથી માહિતગાર કર્યા હતા પ્રોફેસર બંસી એ જણાવેલ કે શરીરમાં ઝીંક અને કોપર ધાતુની માનવ કોષના સંચાલનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે કોપરની આ કાર્યપદ્ધતિની મુદ્દાસર સમજણ આપી હતી તથા કોપર અને ઝીંક મિશ્રિત દવાઓ શરીરમાં શું અસર કરે છે કથા ભવિષ્યમાં વધુ સરળ અને સુરક્ષિત દવાઓની શોધમા આ ટેકનોલોજી ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.

Ncbsના ડો.હેસ એ NMRની મદદથી  શરીરના એન્ઝાઈમ વચ્ચે બનતા નવા નવા સાર સેતુના આણ્વીય તથા આંતર આણ્વીય બંને પ્રકારે કાર્ય કર્તા ચોક્કસ પ્રકારના વાઈરસની માનવ શરીરમાં કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા. આશુતોષ કુમાર મુંબઈ આઈ.આઈ.ટી ના સંશોધક છે તેમણે મેલેરિયાને રોકવા માટે થતાં સંશોધનોમાં NMR ઉપયોગીતા વિશે માહિતગાર કર્યા હતા ભવિષ્યમાં મલેરિયાનો ચેપ મચ્છરોમાંથી આવતા કઈ રીતે રોકી શકાય તેમના વિશે પણ મંતવ્ય જણાવ્યા હતા.

આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ ઈશાન બારી દ્વારા આંખના વિવિધ રોગો ઉત્પન્ન થવાના કારણો અને NMRની ઉપયોગિતા જણાવેલ. આ ઉપરાંત વૈજ્ઞાનિક મહાવીરસિંહ સોનલ મિશ્રા નિરંજન કુમાર દ્વારા dna અને આર.એન.એ માટે જરૂરી પ્રોટીન વિશે તેમજ બંધારણીય જીવવિજ્ઞાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બપોર પછીના સત્રમાં વૈજ્ઞાનિક અશોક શિખરે આંતરિક રીતે અવ્યવસ્થિત થયેલા પ્રોટીનની ઉત્તેજિત અવસ્થામાં dna અને આર.એન.એ સાથે પ્રક્રિયા કરી તેના બંધારણમાં થઈ રહેલા ફેરફારો ને કઈ રીતે જાણી શકાય તેનું વર્ણન કરેલ વૈજ્ઞાનિક સુલક્ષણા મુખરજીએ એચએસક્યુસીની મદદથી દ્વિ આણ્વીય રંગસૂત્રમાં હતા પરિવર્તનોની તેમજ માનવ શરીર વિજ્ઞાનની માહિતીનું વર્ણન કરેલ આ ઉપરાંત અન્ય સંશોધક ઓમ પ્રકાશ છે રુધિરાભિસરણ તંત્ર એન્ટી માઈક્રો. અને બેક્ટેરિયાની મદદથી રોગ પ્રતિકારક શક્તિની અસરો કઈ રીતે જાણી શકાય અને તેમાં ગખછ કઈ રીતે ઉપયોગી છે. વર્ષા બ્રહ્મક્ષત્રિય અતિસૂક્ષ્મ કરોની સપાટી પર પ્રોટીનની કાર્યપદ્ધતિ અંગેની ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી.

આમ દિવસના સત્ર દરમિયાન વિવિધ તજજ્ઞોએ પોતાના મૂલ્યવાન વિચારો રજૂ કર્યા હતા અને તેમના મનોમંથન અને સંશોધનો આગામી દિવસોમાં મેડિકલ ક્ષેત્રે એક નવી દિશા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો સમારંભના અંતિમ ચરણમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ દર્શાવતા કલા સંગમ કાર્યક્રમની ઝલક પણ નિહાળી હતી કુલપતિ નીતિનભાઈ પેથાણી ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી સિન્ડિકેટ સભ્ય મેહુલભાઇ રૂપાણી ગીરીશભાઈ ભીમાણી તથા સમગ્ર કોન્ફરન્સના ક્ધવીનર  રંજન ખૂટ, સેક્રેટરી પ્રોફેસર જોશી જોઇન્ટ સેક્રેટરી પ્રોફેસર સીપર ઈં બલુ જા તથા જોઇન્ટ સેક્રેટરી મનીષ મનીષભાઈ શાહ સાથે સમગ્ર કોન્ફરન્સ સફળ બનાવવા માટે આત્મીય યુનિવર્સિટી ટી.એન.રાવ કોલેજ હરિવંદના કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ગુજરાત gsbtm, bruker વગેરેનો સહયોગ મળેલ છે. આવતીકાલે કોન્ફરન્સનો ત્રીજો દિવસ છે. સવારે ૯થી રાત્રે નવ સુધી બે સેમિનાર હોલ માં ચાલી રહેલ સેશનમાં નેધરલેન્ડ માર્ક, marks baxter S>d®“u, Mela Singh Joseph mcmaster University Canada, n. Quan University of Sydney Australia, ફ્રાન્સના શ્રી જોનાથન શ્રી ના ગાના ગો વડા તથા ડોક્ટર સહિતશ સિંહા સહિત અનેક તજજ્ઞોના વ્યાખ્યાનો યોજાનાર છે.

Loading...